Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માયાવતીને જાદુ કી ઝપ્પી આપવાનાં સૂચન બદલ સંજય દત્ત સામે સમન્સ

બોલીવુડના સ્ટાર અભિનેતા સંજય દત્તની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, ઉત્તર પ્રદેશમાં અદાલતે સંજય દત્તની સામે માયાવતીને જાદુ કી ઝપ્પીના મામલામાં સમન્સ જારી કરી દીધું છે. વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને જાદુ કી ઝપ્પી નિવેદન બદલ સંજય દત્તની સામે આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના અભિનેતા સંજય દત્તના જાદુ કી ઝપ્પી જેવા શબ્દોના ઉપયોગથી તે વખતે ફિલ્મને જોરદાર સફળતા મળી હતી. એપ્રિલ ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર વેળા મુન્નાભાઈએ આ મુજબના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સમર્થકો અને ચાહકોની હાજરી વચ્ચે સંજય દત્તે તે વખતે કહ્યું હતુ ંકે, તે બસપના વડા માયાવતીને પણ જાદુ કી ઝપ્પી આપવા માટે ઇચ્છુક છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંજય યાદવે બુધવારના દિવસે સંજય દત્ત સામે સમન્સ જારી કર્યા બાદ તેની મુશ્કેલી વધી રહી છે. ૧૬મી નવેમ્બરના દિવસે કોર્ટમાં ઉપસ્થિત થવા માટે સંજય દત્તને આદેશ કરવામાં આવ્યો છે. તેના આદેશમાં કોર્ટે અભિનેતાને સમન્સ બજાવવા મુંબઈ કમિશનરને સૂચના આપી દીધી છે. પ્રોસીક્યુશન ઓફિસર રમેશચંદ કનોજિયા દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. ૧૯મી એપ્રિલ ૨૦૦૯ના દિવસે સંજય દત્તે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરતી વેળા આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રએ જાહેર સભાની વિડિયોગ્રાફી કરી હતી. મોડેથી તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ અભિનેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મસોલી પોલીસ સ્ટેશનના વડા વિનય મિશ્રા દ્વારા સંજય દત્તની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

Related posts

કેરળના કોલ્લમમાં મહિલાનું ભૂખથી મોત

aapnugujarat

३० साल से कांग्रेस के लिए अभेद्य किला बनी भोपाल सीट : दिग्विजय सिंह हो सकते हैं उम्मीदवार

aapnugujarat

ભારત – ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઔપચારિક વન-ડે મેચ રમાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1