Aapnu Gujarat
ગુજરાત

નર્મદા યોજનામાં રોડા નાખનારા અર્બન નક્સલવાદી : CM BHUPENDRA PATEL

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતને દેશ-દુનિયામાં બદનામ કરવાના ષડયંત્ર થયા હતા. રાજ્યમાં આવનાર રોકાણને રોકવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા પણ રાજ્યએ પ્રગતિના નવા માર્ગ પસંદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૦૧માં કચ્છમાં વિનાશકારી ભૂકંપ પછી મેં કચ્છના પુર્નવિકાસ વિશે વાત કરી હતી અને અમે આ માટે સખત મહેનત કરી હતી. આજે તમે પરિણામ જોઇ રહ્યો છો. આ દરમિયાન કચ્છમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રપ ટેલે નર્મદા વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેઓએ નર્મદા વિરોધીઓને અર્બન નકસલવાદીઓ ગણાવ્યા હતા.
કચ્છની ધરતી પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રજાને સંબોધી હતી. જેમાં તેઓએ મેઘા પાટકર સહિતના નર્મદા વિરોધીઓને અર્બન નકસલવાદીઓ ગણાવ્યા હતા. સીએમએ કહ્યું કે આપણે એ પણ યાદ કરવું પડશે કે એવા શહેરી નક્સલીઓ કોણ હતા. જેમણે વર્ષો સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા વિરોધીઓ પર આકરા પ્રહરો કરતા કહ્યું કે, આ લોકો પૈકી એક નામ મેઘા પાટકરનું છે અને આપણે સૌ જાણીએ છીએ કે તેઓ કઇ પાર્ટી સાથે જોડાયેલા છે. કોણે તેમને સાંસદની ચૂંટણી બનવા માટેની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ઉભો કરી આવા લોકોને લાવવા માટેની પેરવી હતી.
પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. જે બાદ તેમણે જણાવ્યુ કે, આજે મન ઘણી ભાવનાઓથી ભરેલું છે. ભુજિયો ડુંગર, સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં વીર બાળક સ્મારકનું લોકાર્પણ કચ્છની, ગુજરાતની આખા દેશની વેદનાનું પ્રતિક છે. તેમના નિર્માણમાં પરસેવો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓએ પણ આના ઇંટ પથ્થરોને સિંચ્યા છે.

Related posts

પાવીજેતપુરથી બોડેલીના ખખડધજ રસ્તાથી જનતા ત્રાહિમામ

editor

દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ત્રણ સ્કૂલોનાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું

aapnugujarat

પોશીનાના દેલવાડા (છો) સી.આર.સી શાળાઓની ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1