Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૫૧ કેસ નોંધાયા

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના ૨૫૧ કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. જ્યારે કોરોના સંક્રમણથી ૨૦૮ દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૯૮ ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ ૧૯૫૪ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૫ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૯૩૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ ૧૨,૫૬,૭૨૭ દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. નવસારીમાં કોરોનાના કારણે આજે એક દર્દીનું મોત થયું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ ૧૧,૦૦૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૬૬ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં ૩૯, સુરત કોર્પોરેશનમાં ૨૩, રાજકોટ ૧૬, કચ્છ ૧૪, વલસાડ ૧૨,મહેસાણા ૯, સુરત ૯, બનાસકાંઠા ૭, ભરૂચ ૬, ભાવનગર કોર્પોરેશન ૬, અમરેલી ૫, રાજકોટ કોર્પોરેશન ૫, નવસારી ૪, આણંદ ૩, ગાંધીનગર કોર્પોરેશન ૩, જામનગર કોર્પોરેશન ૩, પોરબંદર ૩, વડોદરા ૩, અરવલ્લી ૨, ખેડા ૨, મોરબી ૨, સાબરકાંઠા ૨, તાપી ૨, અમદાવાદ ૧, ભાવનગર ૧, દેવભૂમિ દ્વારકા ૧, ગાંધીનગર ૧, સુરેન્દ્રનગર ૧ એમ કુલ ૨૫૧ કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૯,૧૯૧ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૯૩ ને રસીનો પ્રથમ અને ૫૪૫ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
૧૫-૧૭ વર્ષના લોકો પૈકી ૨૨ ને રસીનો પ્રથમ અને ૨૬ ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૬૦૮૫ લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. ૧૨-૧૪ વર્ષના લોકો પૈકી ૧૮૩ ને રસીનો પ્રથમ અને ૧૩૪ ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૧૮-૫૯ વર્ષના લોકોને ૬૨૦૦૩ પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૦,૨૦,૮૪૮ રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Related posts

राहुल गांधी आ सकते हैं गुजरात, कृषि बिल के खिलाफ पंजाब की तर्ज पर करेंगें ट्रैक्टर रैली

editor

હરેકૃષ્ણ મંદિર, ભાડજના ચતુર્થ પોટોત્સવ પર્વની પ્રથમ દિવસે થયેલ ભવ્ય ઉજવણી

aapnugujarat

કેવડીયા ખાતે ૪૨મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ સમાપન

editor

Leave a Comment

UA-96247877-1