Aapnu Gujarat
મનોરંજન

અભિમાનની રિમેક ફિલ્મમાં અભિષેક-એશ નજરે પડી શકે

સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનિત ફિલ્મ અભિમાનની રિમેક બનાવવા માટની તૈયારી હવે કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ રિમેક ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તેની રીયલ લાઇફ પત્ની ઐશ્વર્યાને લેવાની હિલચાલ ચાલી રહી છે. એક ફેસબુક ચૈટ પર અભિષેકે હાલમાં આ પ્રકારની કોઇ હિલચાલ ચાલી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે અભિષેકને ઓફર કરવામાં આવી છે. અભિષેકે કહ્યું છે કે તે એશ સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. તેનુ કહેવુ છે કે વિતલા વર્ષોની ફિલ્મમાં એક મેજિક છે. જેને એમ જ રહેવા દેવામાં આવે તે જરૂરી છે. સાથે કામ કરવાની બાબત અને આ પ્રકારની મુવી બનાવવાની બાબત ખુબ મુશ્કેલ છે. અભિષેક બચ્ચનની પાસે વધારે કોઇ ફિલ્મ આવી રહી નથી. ત ફ્લોપ સ્ટારની યાદીમાં પણ આવી ગયો છે. જો કે તેની પાસે નાની નાની ભૂમિકાવાળી ફિલ્મો આવી રહી છે. મુખ્ય સ્ટાર તરીકે તેને લેવા માટે કોઇ નિર્માતા નિર્દેશક હિંમત કરી રહ્યા નથી. હવે તે જેપી દત્તાની આર્મી પર આધારિત ફિલ્મ પલટન અને અનિલ કપુર અને એશ અભિનિત ફિલ્મ ફન્નેખાનમાં નજર પડનાર છે. અભિષેક બચ્ચનને કોઇ મોટી ફિલ્મો હજુ મળી રહી નથી. જ્યારે અમિતાભ બચ્ચનને હજુ પણ શ્રેણીબદ્ધ સારી અને મોટી ફિલ્મો મળી રહી છે.
બીજી બાજુ અભિષેક કરતા અમિતાભની સાથે સાથે એશને પણ ફિલ્મો મળી રહી છે. તે છેલ્લે કરણ જોહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં નજરે પડી હતી. હવે તે અનિલ કપુરની સાથે નજરે પડનાર છે. અનિલ કપુરની છેલ્લે મુબારકા ફિલ્મ રજૂ કરવામા ંઆવ્યા બાદ ભારે ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ રહી છે. અભિમાન ફિલ્મની રીમેક પર ચર્ચા છે.

Related posts

લોકોને લાગે છે કે અમને અમારા બાળકોની પરવા નથી : સોનમ કપૂર

aapnugujarat

ट्विटर पर लक्ष्मीबम को बॉयकॉट करने की हो रही मांग

editor

સલમાનની દબંગ-૩ ઉપર પ્રાથમિક કામ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1