Aapnu Gujarat
મનોરંજન

સલમાનની દબંગ-૩ ઉપર પ્રાથમિક કામ શરૂ

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનની દબંગ ફિલ્મથી ભારે પ્રભાવિત થયેલા ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે દબંગ-૩ ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. દંબગ અને ત્યારબાદ દબંગ-૨ ફિલ્મ બનાવ્યા બાદ હવે અરબાજ ખાન દબંગ-૩ ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. સલમાનની આ ફિલ્મમાં પણ અભિનેત્રી તરીકે સોનાક્ષી સિંહાને જ લેવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. જો કે ચિત્ર હજુ સ્પષ્ટ થયુ નથી. જો કે હજુ સુધી અભિનેત્રીનુ નામ નક્કી કરવામાં આવ્યુ નથી પરંતુ સોનાક્ષી નિશ્ચિત દેખાઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સલમાન ખાન જ મુખ્ય ભૂમિકા કરનાર છે. જો કે અરબાજ ખાને કહ્યુ છે કે દબંગની આગામી ફિલ્મ સિક્વલ નહી પરંતુ પ્રિક્વલ ફિલ્મ બનાવવામાં આવનાર છે. અરબાજે વર્ષ ૨૦૧૦માં દબંગ ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે દબંગ-૨ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ૨૦૧૨માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે અરબાજે આ કડીમાં ભાગ-૩ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ કરવામાં આવનાર છે. દબંગ-૨ ફિલ્મના પ્રમોશનલ દરમિયાન જ સલમાનખાને કહ્યુ હતુ કે હવે દબંદ-૩ ફિલ્મ સિક્વલ રહેશે નહી પરંતુ પ્રિક્વલ ફિલ્મ હશે. સલમાન હાલમાં અન્ય ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલો છે. તેની પાસે સમય આવતાની સાથે જ હોમ પ્રોડક્શનની ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવશે. સલમાનની છેલ્લે ટાઇગર જીન્દા હે રેકોર્ડ સફળતા મેળવી ગઇ છે.

Related posts

મેઘનાની ફિલ્મમાં દિપિકા કામ કરવા તૈયાર

aapnugujarat

રાહુલ બોસને જીવથી મારી નાંખવાનો હતો: અનિલ કપૂર

editor

રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર હવે ફિલ્મમાં દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1