Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ ૨૦૧૯માં માન્યું હોત તો તેમના મુખ્યમંત્રી હોત : ઉદ્ધવ

છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મહારાષ્ટ્રના રાજકીય સંકટનો ગુરૂવારે અંત આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ટેકાથી બળવાખોર એકનાથ શિંદેને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તેમ માનવામાં આવતું હતું પરંતુ ગુરૂવારે શપથવિધીના થોડા સમય અગાઉ ફડણવીસે જ જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી રહેશે. અંતે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. આ ઘટના બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, જો ભાજપે ૨૦૧૯માં જ તેમની વાત માની લીધી હોત તો આજે મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્યમંત્રી હોત.
તેમણે કહ્યું હતું કે, જો ભાજપે ૨૦૧૯માં શિવસેનાના મુખ્યમંત્રીને સ્વીકારી લીધા હોત તો મહાવિકાસ અઘાડી સરકાર બની જ ન હોત. તેમણે કહ્યું હતું કે, જેવી રીતે નવી સરકાર બની છે અને કહેવાતા શિવસેનાના કાર્યકરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તે ટાળી શકાયું હોત. મેં અમિત શાહ સમક્ષ આવો જ પ્રસ્તાવ મૂક્યો હતો. આ બધું એકદમ સન્માનપૂર્વક થવું જોઈતું હતું. તે સમયે શિવસેના સત્તાવાર રીતે તમારી સાથે હતી.
શુક્રવારે શિવસેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, ભાજપે કહેવાતા શિવસૈનિકને મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે આ ઘટનાક્રમને અટકાવ્યો ન હતો. હું નવી સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ મુંબઈના વાતાવરણને બગાડે નહીં. હું આજે અપસેટ છું. જો તેઓ મારા પર ગુસ્સે હોય તો મારી સાથે લડે. મુંબઈનું ખૂન ન કરે. તમે આરે પ્લોટને અડશો નહીં.
શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળ ભાજપ દ્વારા પક્ષને વિભાજિત કરનારા ધારાસભ્યોના જૂથ સાથે નવી સરકાર બનાવવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં ઠાકરે છે ત્યાં સેના છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા રાઉતે જણાવ્યું હતું કે, જો ૨૦૧૯માં ભાજપ તેના વચન પર અડગ રહી હોત તો તેમને અઢી વર્ષ મુખ્યમંત્રી બનવા મળ્યું હોત અને એનસીપી અને કોંગ્રેસ સાથે તેમની પાર્ટીએ મહાવિકાસ અઘાડી સરકાર બનાવી જ ન હોત.

Related posts

यूएई में प्रधानमंत्री मोदी के सम्मान से चिढ़ा पाकिस्तान

aapnugujarat

દાંતેવાડામાં નક્સલી હુમલો, ૭ જવાન શહીદ

aapnugujarat

राजस्थान में तेज बारिश का अलर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1