Aapnu Gujarat
બિઝનેસ

જૂનમાં જીએસટીનું કલેક્શન ૧,૪૪,૬૧૬ લાખ કરોડ થયું

મંદીની દહેશત વચ્ચે આર્થિક ગતિવિધિઓ વધતા ગુડ્‌સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પેટે સરકારની માસિક કમાણી સતત વધી રહી છે.
શુક્રવારે જાહેર કરાયેલા આંકાડ મુજબ જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. ૧,૪૪,૬૧૬ લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ ૫૬ ટકા વધારે છે, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક ક્લેક્શન છે.
ગત એપ્રિલ મહિનામાં રૂ. ૧.૬૮ લાખ કરોડનું વિક્રમી બ્રેક જીએસટી ક્લેક્શન નોંધાયુ હતુ, જે જુલાઇ ૨૦૧૭માં નવી કરપ્રણાલી દેશભરમાં અમલમાં આવ્યા પછીની સૌથી વધુ માસિક કર વસૂલાત છે. મે મહિનામાં પણ માસિક જીએસટી વસૂલાત રૂ. ૧.૪૧ લાખ કરોડ રહી હતી. આમ ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી ક્લેક્શન સરેરાશ રૂ. ૧.૪૦ લાખ કરોડથી ઉપર ટકી રહ્યુ છે.
જૂન મહિનામા જે કુલ રૂ. ૧,૪૪,૬૧૬ લાખ કરોડનું જીએસટી ક્લેક્શન થયુ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૨૫,૩૦૬ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૩૨,૪૦૬ કરોડ, આઇજીએસટી રૂ. ૭૫,૮૮૭ કરોડ અને રૂ. ૧૧,૦૧૮ કરોડના જીએસટી કોમ્પન્સેશનનો સમાવેશ થાય છે.

Related posts

बाबा रामदेव को झटका, पतंजलि की बिक्री 10 प्रतिशत गिरी

aapnugujarat

લોન ડિફોલ્ટર્સને રોકવા સરકારે બનાવી સમિતિ

aapnugujarat

પીએનબી કૌભાંડઃ ઇડીની નીરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1