Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી કૌભાંડઃ ઇડીની નીરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવા માંગ

ઇડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટ પાસેથી પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની ૭૦૦૦કરોડ રૂપિયાની સંપત્તિ તત્કાલ જપ્ત કરવાની મંજૂરી માંગી છે. ઇડીએ આ કાર્યવાહીની માગ હાલમાં જ બનેલા આર્થિક આરોપ અધ્યાદેશના આધારે કરી છે. કેન્દ્ર સરકારે આર્થિક અપરાધ કરી દેશ છોડીને ભાગેલાં આરોપીઓની સંપત્તિને જપ્ત કરવાથી જોડાયેલાં આર્થિક આરોપી અધ્યાદેશ ૨૦૧૮ને મંજૂરી આપી હતી.પીએનબી કૌભાંડમાં ઇડીએ પ્રિવેન્શન મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ગત સપ્તાહે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. આર્થિક ગુનાના અધ્યાદેશ અંતર્ગત ઇડીએ પોતાની ચાર્જશીટના આધારે નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની માગ કરશે.ઇડીના અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટ કાલે ૧૨૦૦૦ પેજની ચાર્જશીટ પર સુનાવણી કરશે. તો ઇડી નીરવ મોદી મામલે આર્થિક અપરાધ અધ્યાદેશમાં લાવવાની માગ કરશે. જેનાથી નીરવ મોદીની દેશ-વિદેશમાં રહેલીઓ સંપત્તિઓની જપ્તી તાત્કાલિક શરૂ કરી શકાય. તેઓએ જણાવ્યું કે આ શક્ય છે કે નીરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી શકાય છે.અધિકારીના જણાવ્યા મુજબ, ઇડી આવી જ રીતે ભાગેડુ શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર પણ કાર્યવાહીની માગ કરી શકે છે.નવા અધ્યાદેશની જોગવાઈ મુજબ ડાયરેક્ટર કે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ કોઈ આરોપીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી શકે છે. જે માટે વિશેષ અદાલતમાં એક અરજી કરવાની હોય છે અને આરોપી વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ આપવા પડશે.બેંકિંગ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં સીબીઆઇ અને ઇડી સહિત અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં ઇડી નીરવ મોદી અને બીજા આરોપીઓ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યાં છે.

Related posts

आरजेडी की बीजेपी हटाओ रैली से जेडीयू का किनारा

aapnugujarat

ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન તેમજ વિમાની સેવા ઠપ

aapnugujarat

ચોકીદારથી કોંગ્રેસ અને ત્રાસવાદી પરેશાન : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1