Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના બે યુદ્ધ જહાજે દેખા દીધી, તણાવ વધવાની શક્યતા

અમેરિકાના બે યુદ્ધ જહાંજ દક્ષિણ ચીન સાગરના વિવાદીત સમુદ્રમાં જોવા મળ્યાં હત્યાં. આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે.ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ધ જહાંજો જોયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્તર કોરિયા મામલે ચીનના સહયોગની માંગણી કરી રહ્યું છે, તેવા સમયે જ લેવાયેલું આ પગલું ભડકાવનારૂ કામ કરી શકે છે. અમેરિકાનું આ ઓપરેશન બેઈજીંગના એ પ્રયાસોનો જવાબ ગણવામાં આવે છે, જેને અંતર્ગત તે આ રણનૈતિક ક્ષેત્રમાં જહાંજની અવર જવરને અસર પહોંચાડવા માંગે છે.અમેરિકાએ આ ઓપરેશનની યોજનાઓ અનેક મહિનાઓ પહેલા બનાવી હતી અને હવે તે રોજીંદુ બની ગયું છે. અમેરિકાના નૌકાદળ તરફથી કરવામાં આવનારા અભ્યાસથી ચીનને બહાર કરવાના કારણે બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઉભી થઈ છે અને આવા સમયે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધ જહાંજોની હાજરી ચિંતાજનક બાબત છે.નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, મિસાઈલ ડિસ્ટ્રોયર અને ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર પાર્સલ આઈલેંડથી માત્ર ૧૨ નોટિકલ માઈલ જ દૂર હતાં.આ ઓપરેશન પર ટીકાકારોનું કહેવું છે કે, અમેરિકાના આ વ્યવહારની ચીન પર વધારે અને લાંબી અસર નહીં થાય કારણ કે તેનું મહત્વ પ્રતિકાત્મક જ છે. જ્યારે અમેરિકાની સેનાની દુનિયામાં અનેક ઠેકાણે હાજરી છે અને તે આવા ઓપરેશન ચલાવતું જ રહે છે. અમેરિકાના સહયોગીઓના દાવા ધરાવતા વિસ્તારોમાં પણ તેની હાજરી હોય જ છે. જોકે તેનો રાજનૈતિક ઉદ્દેશ્યો સાથે કોઈ સીધો સંબંધ રહ્યો નથી. ૧૨મેએ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં જણાઈ આવે છે કે, ચીને જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ મિસાઈલો અને એંટી-શિપ ક્રુઝ મિસાઈલો વુડી આઈલેંડમાં તૈનાત કરી છે.

Related posts

India’s decission joining US ban will affect India-Iran bilateral trade

aapnugujarat

ચીનના જંગલમાં વિકરાળ આગ : ૩૦ ફાયર ફાઈટર્સનાં મોત

aapnugujarat

पाक आतंकी संगठनों पर रोक लगाने में नाकाम, FATF ग्रे लिस्ट में ही रखेगा नाम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1