Aapnu Gujarat
ગુજરાત

પોરબંદરનું રાજસાગર જહાજ સમુદ્રમાં ડૂબ્યુ : બેના મોત

ઓમાનના સલાલાથી ૨૨ નોટિકલ માઈલ દૂર દરિયામાં પોરબંદરના એક જહાજે જળસમાધિ લઇ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઈથી યમન જૂના વાહનો ભરીને જતુ રાજસાગર નામનું જહાજ સમુદ્રમાં ડૂબી જતા કેપ્ટન સહિત ૨ લોકોના મોત નિપજ્યાં છે. આ જહાજ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ ઘટનામાં ક્રૂ-મેમ્બરોનું સ્થાનિક મરીન પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ જહાજ ડૂબતા ૫ કરોડનું નુકસાન હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક મરીન પોલીસે અન્ય ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા હતા. વાહન ડૂબવાની સાથે અંદર ભરેલો સામાન અને ગાડીઓ પણ દરિયામાં પડ્યો હતો. સાથે જહાજનો કાટમાળ અને તેમાં ભરેલી ગાડીઓ તણાઈને મીરબાટ બંદર ખાતે તણાઈને પહોંચી હતી. જળસમાધિ બાદ મીરબાટ પોર્ટ ખાતે વહાણનો કાટમાળ તણાઈને જઇ પહોંચ્યો હતો. જહાજમાં ભરેલી ગાડીઓ અને અન્ય સામાન મીરબાટ પોર્ટ નજીક કિનારે તણાઈને પહોંચ્યો હતો. જળસમાધિ લેનારી બોટ નગરપાલિકાના પૂર્વ પ્રમુખની હતી. આ બોટની અંદર કેટલીક ગાડીઓ પણ હતી.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું જહાંજ આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઇ ગયુ હતું. જેનાથી તેના માલિકને કરોડોનું નુકસાન થયુ હતું. સલાયાના અલ ખીનજ નામના જહાંજમાં આગ લાગી હતી. સલીમ ભાયાની માલિકીનું જહાજ મધ દરિયે બળીને ખાખ થઇ ગયું હતું. ૧૨૦૦ ટનના જહાજમાં આગ લાગતા જહાજ માલિકને કરોડોનું નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઇ જાનહાનિ ન હોતી થઇ. સાથે જહાજમાં સવાર તમામ ખલાસીઓનું અન્ય બોટ મારફતે રેસ્ક્યુ કરાયું હતું.
આ ઉપરાંત ૨૭મેના રોજ દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું જહાજ દરિયામાં ડૂબ્યું હોવાનું સામે આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. ગોષે જીલાની નામનું જહાજ સલાયા બંદરથી પોરબંદર માટે રવાના થયું હતું. ઘટનાની જાણ થતા જ કોસ્ટગાર્ડની ટીમ મદદે આવી પહોંચી હતી અને ડૂબતા જહાજમાંથી ક્રૂ સહીતના ૬ લોકોને બચાવી લીધા હતા. આ ડૂબેલા જહાજનું વજન ૪૦૦ ટન હતું. જો કે આ જહાજ શા કારણથી ડૂબ્યું એનું હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.

Related posts

The Grand Amdavad Carnival kicks off this summer

aapnugujarat

અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘાનું આત્મસમર્પણ

aapnugujarat

રાજપીપલાની આઇટીઆઇ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની કરાયેલી ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1