Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાષ્ટ્ર વિનાશની ખાઈ તરફ

રાષ્ટ્ર વિનાશની ખાઈ તરફ
માર્ચ, ૧૯૫૪ની મધ્યમાં રાજ્યસભાના અધિવેશનમાં ઉપસ્થિત રહેવા આંબેડકર દિલ્હી ગયા. ત્યાંથી એપ્રિલના છેલ્લાં સપ્તાહમાં ભંડારા મતવિભાગમાંથી લોકસભા માટે થનારી પેટાચૂંટણી લડવા તેઓ નાગપુર ગયા. ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે, ‘સૌરાષ્ટ્ર વિનાશની ખાઈ તરફ જઈ રહ્યું છે. લોકસભામાં વિરોધ પક્ષમાં રહી જનતાને માર્ગદર્શન આપવાના હેતુથી હું ચૂંટણીમાં ઊભો છું. કૉંગ્રેસ સાથે મેં સમાધાન કર્યું હોત તો લોકસભામાં ચાલુ રહેવું મારે માટે સહેલું હતું.’ નહેરૂ સરકાર અને નહેરૂની નેતાગીરી પર તેમણે ઉગ્ર પ્રહારો કર્યા અને જનતાને આહ્વાન આપતાં જણાવ્યું, નહેરૂએ અપનાવેલી વિદેશ નીતિને કારણે ભારત મિત્ર વિહિન બન્યું છે. નહેરૂએ કાશ્મીરની સમસ્યા અંગે છબરડા વાળ્યા છે. તેમણે લાંચિયા લોકોને પોતાની આસપાસ ભેગા કર્યા છે. ભારતને એકતરફથી મુસલમાનોએ તો બીજી તરફથી એશિયા પર કબજો કરી તેને સમાજ સત્તાવાદીઓની છત્રછાયા હેઠળ લાવવાના ઉદ્દેશ્યથી પ્રેરિત રૂસ અને ચીન એ જુગલજોડીએ ઘેરો ઘાલ્યો છે. આમાંથી તમે મુક્ત થવા ઈચ્છતા હો તો તમારી પાસે બંદૂકો હોવી જ જોઈએ, ઠંડા ભાષણોથી કશું વળશે નહીં. તમારે હવે કોઈ નક્કર નિર્ણય લેવો પડશે. શું તમારે સંસદીય સરકાર જોઈએ છે ? પરિસ્થિતિમાંથી બહાર આવવાની તે જ કસોટી છે. પરંતુ તમે જો લોકશાહી સરકાર ઈચ્છતા હો તો લોકશાહીમાં નિષ્ઠા ધરાવતાં રાષ્ટ્રો સાથે મિત્રતા કરવી પડશે. આવી મિત્રતા કરી સરકારનું રક્ષણ કરવું જોઈએ. જો તમને લોકશાહી સરકાર ન જોઈતી હોય તો રૂસ અને ચીન જેવાં રાષ્ટ્રો સાથે આપણે જોડાઈ જઈએ, જે સરકારને પોતાની લાયકાત સિદ્ધ કરવા અને વર્ષોનો સમય મળ્યો હોવા છતાં જે સરકાર એક પણ પ્રશ્ન હલ કરી શકી નથી, તે સરકારને લોકોએ બદલી નાંખવી જોઈએ. તે જ તેમનું પરમ કર્તવ્ય છે.
(સાભાર. ડૉ. આંબેડકર જીવન અને કાર્ય પદ્મભૂષણ ડૉ. ધનંજય કીર, પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, પેજ નં. ૫૩૭)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

ભારતની પ્રાચીન જ્ઞાન ગંગા

aapnugujarat

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1