Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના ગયો નથી, બાળકોની વેક્સિન પર વધુ ધ્યાન આપો : આરોગ્ય મંત્રી

કોરોના હજુ સમાપ્ત થયો નથી. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે. તેથી જરૂરી છે કે આપણે કોવિડ સંબંધિત પ્રોટોકોલનુ પાલન કરીએ, માસ્ક પહેરીએ, સામાજિક અંતરનું પાલન કરીએ જેથી ચેપ ન ફેલાય. સમયસર કોરોના ટેસ્ટ સંક્રમણની વહેલી તપાસ કરવામાં મદદ કરશે અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરશે. રાજ્યોને આરોગ્ય સેવાઓ, પ્રયોગશાળાઓ, સમુદાયો વગેરે પર નજર રાખવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. હર ઘર દસ્તક ૨.૦ અભિયાન વધારવુ જોઈએ. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ૧૨-૧૭ વર્ષની વયના લોકોને ઝડપથી રસી આપવામાં આવે. તેમને પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવે જેથી તેઓ શાળાએ જઈ શકે. રાજ્યએ તેનુ ધ્યાન ૧૨-૧૭ વર્ષની વયના લોકો પર કેન્દ્રિત કરવુ જોઈએ જેથી શાળા અને મદરસામાં જતા બાળકો સુરક્ષિત રહે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાનો ત્રીજો ડોઝ આપવો જોઈએ. તેમને ત્રીજા ડોઝ દ્વારા સુરક્ષિત રાખવા જોઈએ. આપણા આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને જે લોકોને કોરોનાનું જોખમ છે તેમને કોરોનાની રસી આપી રહ્યા છે. કોરોનાના પ્રથમ તબક્કામાં હર ઘર દસ્તક અભિયાનમાંથી રાજ્યો શીખી શકે છે. કોરોનાની રસી કોઈપણ કિંમતે વેડફાવી ન જોઈએ. તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે જે રસી સમાપ્ત થઈ રહી છે તેનો સૌથી પહેલા ઉપયોગ કરવો જોઈએ.કોરોનાને લઈને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે દેશમાં કોરોના હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. એવામાં જરુરી છે કે કોરોનાને લઈને આપણે સાવચેત રહીએ અને જરુરી પ્રોટોકૉલનુ પાલન કરીએ. તેમણે રાજ્યોને અપીલ કરી છે કે તે જીનોમ સીક્વંસિંગ પર પોતાનુ ધ્યાન જાળવી રાખે. આરોગ્ય મંત્રીએ બધા રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે કોરોનાની રસી પર પોતાનુ ધ્યાન વધારો અને સ્કૂલે જતા બાળકોને રસી લગાવડાવો. વળી, વરિષ્ઠ નાગરિકોના ત્રીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રીત કરો.

Related posts

સમજોતા બ્લાસ્ટ : પુરાવાના અભાવે કોઇપણને સજા નહીં

aapnugujarat

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?ઃ ભાગવત

aapnugujarat

बिहार के वैशाली जिले में छेड़खानी का विरोध करने पर १३ लोगों पर फेंका तेजाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1