Aapnu Gujarat
મનોરંજન

સાઉથના સુપરસ્ટાર્સ કરોડોની કમાણી કરે છે

હાલના દિવસોમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. અને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. અલ્લુ અર્જૂનની પુષ્પા, જૂનિયર એન્ટીઆર અને રામ ચરણની ઇઇઇ, યશની કેજીએફ ૨એ તમામ કમાણીના રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મોથી કમાણી કરવાના મામલામાં આ સ્ટાર્સ બોલીવૂડના એક્ટર્સથી ઓછા નથી. આ એક્ટર્સને સાઈન કરવામાં ફિલ્મ મેકર્સના પસીના છૂટી જાય છે, કેમ કે તેમની ફીસ જ બહુ વધુ છે. જાણો સાઉથ આ સિતારાઓ કેટલી કમાણી કરે છે અને કેટલી ફીસ લે છે મૂવી માટે. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મોનું સૌ કોઈ પાગલ છે. દુનિયાના ઘણા બધા દેશ છે જ્યાં રજનીકાંતની ફિલ્મોનો બોલ બાલા છે. રજનીકાંત તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને અમેરિકન મૂવીમાં કામ કરી ચુક્યા છે. રજનીકાંત એશિયાના સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રજનીકાંત એક ફિલ્મના ૧૦૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સુપરસ્ટાર યશ હાલ તો કેજીએફ ૨ના સક્સેસને એન્જાેય કરી રહ્યા છે. આ ફિલ્મની સફળતા બાદ તે પેન ઈન્ડિયા સ્ટાર બની ચુક્યા છે. એશિયાનેટ રિપોર્ટ મુજબ એક ફિલ્મ માટે યશ ૨૦ કરોડ રૂપિયા લે છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જૂનિયર એન્ટીઆર નામ ખુબ ફેમસ છે. તે સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. હાલમાં જ તેમની ફિલ્મ આરઆરઆર રિલીઝ થઈ છે, જે ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. અમારી વેબસાઈટ ડીએનએ અનુસાર, જૂનિયર એન્ટીઆર એક ફિલ્મ માટે ૪૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આરઆરઆર રામ ચરણના કરિયરની સૌથી મોટી સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં તેમણે જૂનિયર એન્ટીઆર સાથે કામ કર્યું છે, જેમાં લોકોને બંનેની જાેડી ખુબ જ પસંદ પડી છે. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના મુજબ, રામ ચરણ એક ફિલ્મ માટે ૪૫ કરોડ રૂપિયા ફી પેટે લે છે. બાહુબલી અને બાહુબલી ૨એ પ્રભાસને સુપરસ્ટાર બનાવી દીધો છે. અને સાઉથ ફિલ્મ ઈન્ડિસ્ટ્રીના તે સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમના કરોડો ફેન્સ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્‌સ અનુસાર પ્રભાસ ૮૦થી ૮૫ કરોડ રૂપિયા લે છે એક ફિલ્મના. ટોલીવૂડ સ્ટાર મહેશ બાબૂ પણ ફીસના મામલે ઓછા નથી. તેમણે પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાંસ નેનોકાડિને, અથ્થડૂ, પોકીરી, ડોકૂડુ, સામેલ છે. મહેશ બાબૂ એક ફિલ્મના ૪૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કમલ હસન મોસ્ટ પૉપ્યુલર સ્ટારમાંથી એક છે. ૨૦૦થી વધારે ફિલ્મોમાં તે કામ કરી ચુક્યા છે. તમિલ ફિલ્મો સિવાય તેમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના મુતાબિક, કમલ હસન એક ફિલ્મના ૨૫ કરોડ રૂપિયા લે છે.

Related posts

સોનમ ફેશનની દુનિયામાં પણ લોકપ્રિય બની ચુકી છે

aapnugujarat

Lata Mangeshkar urged MS Dhoni not think about retiring anytime soon as country still needs cricketer like him

aapnugujarat

पायल रोहतगी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1