Aapnu Gujarat
ગુજરાત

સાસણ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો

આજરોજ વહેલી સવારે જુનાગઢના સાસણ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાસણ નજીક તાલાળાના અમુક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાથી ૧૩ કિલોમીટર દૂર નોંધાયું હતું કેન્દ્ર બિંદુ સાસણના દેવળિયા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો. ધરતીકંપથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો જો કે કોઈ મોટી નુકસાની ન હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો. સવારના મોટે ભાગે લોકો પોતાના ઘરમાં હોય ત્યારે અચાનક ધડાકાભેર અવાજ સંભળાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો
ભૂકંપની તીવ્રતા 4 રિક્ટર સ્કેલ હતી. જ્યારે બીજો આંચકો 7:15 વાગ્યાના નોધાયો જ્યારે આંચકો તાલાડામાં 13 કિલોમીટર વિસ્તારમાં નોંધાયો હતો જ્યારે મેંદરડા તાલુકાના સાસણ દેવળીયા તેમજ માળીયાના કેટલાક ગામો જેમાં જલંધર સહિતના ગામોમાં પણ આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો જ્યારે અચાનક જ આ રીતે ભૂકંપનો આંચકો આવતા જનજીવન પ્રભાવિત થયું હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં તો લોકો રોડ પર ઘરની બહાર આવી ગયા હતા સદ્દનસીબે આ ભૂકંપના આંચકાને હિસાબે કોઈ જાનહાનિ કે માલસામાન નુકસાન થયું હોવાનું માલુમ પડયું નથી.

Related posts

ખેડૂતો, ગરીબોની વાત નહીં કરીએ તો તેઓ મતનો પાવર બતાવતા હોય છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

GIFT CITYમાં દારૂ પીવાની મળી છૂટ

aapnugujarat

વયોવૃદ્ધ પટેલને લાફો મારનાર રાવળનું નામ ફરી ચર્ચામાં રહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1