Aapnu Gujarat
ગુજરાત

15થી વધુ અજાણ્યા ઇસમો જબરદસ્તી સેનેટાઈઝીંગના બહાને ઘરોમાં ઘૂસ્યાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોમાં ધોળા દિવસે ભયનો માહોલ પાલિકાએ કોઇ સ્ટાફ મોકલ્યો ન હોવાની જાણ થતાં સ્થાનિકોની પોલીસને રજૂઆત

15થી વધુ અજાણ્યા ઇસમો જબરદસ્તી સેનેટાઈઝીંગના બહાને ઘરોમાં ઘૂસ્યાં નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકોમાં ધોળા દિવસે ભયનો માહોલ પાલિકાએ કોઇ સ્ટાફ મોકલ્યો ન હોવાની જાણ થતાં સ્થાનિકોની પોલીસને રજૂઆત નડિયાદ શહના પશ્ચિમ વિસ્તારમાં 15 થી વધુ ઈસમો સેનેટાઈઝરના બહાને જબરદસ્તી ખાનગી મિલકત માં ઘુસીજતા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભયનો માહોલ બન્યો છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગીતાંજલી ચોકડી અને આસપાસના વિસ્તારોમાં આ ઈસમો બુધવારના બપોરે જોવા મળ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી અને નગરપાલિકામાંથી સેનિટાઈઝર માટે મોકલ્યા છે, તેમ કહી જબરદસ્તી લોકોના ફ્લેટ અને મકાનોમાં ઘૂસી સેનીટાઈઝર કરતા ઈસમો અંગે સ્થાનિક કાઉન્સિલર દ્વારા તપાસ કરતા પાલિકામાંથી આવા કોઈ વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ કે સેનિટાઇઝર માટે મોકલ્યા ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. બીજી તરફ કોઈના ઘર માંથી મોટી ચોરી થઈ હોય કે એવી કોઈ ઘટના પણ સામે આવી નથી. ત્યારે આ ઈસમો કોણ છે, અને શા માટે પશ્ચિમ વિસ્તારમાં ફરી રહ્યા છે? તેવી લોકચર્ચા શરૂ થઈ છે. તકેદારીના ભાગરૂપે વોર્ડ નં.9 ના કાઉન્સિલર અને આગેવાનો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે અરજી આપી ઇસમોની તપાસ કરવા માંગ કરી છે.

Related posts

हाटकेश्वर क्षेत्र में किशोर को पिता-दो पुत्रों ने पीटाई करने के बाद चाकू मारा

aapnugujarat

ગરૂડેશ્વર તાલુકાના ઉંડવા ગામે ચેકડેમ ડિસીલ્ટીંગની કામગીરી એકાદ દિવસમાં પૂર્ણ થવાની સાથે તળાવ ઉંડુ કરવાનું કામ પૂર્ણ થવાની આરે

aapnugujarat

અમદાવાદ બ્લાસ્ટમાં સામેલ તૌઇફ બિહારમાંથી ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1