Aapnu Gujarat
ગુજરાત

કપડવંજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:ખેડાના નિરમાલીમાં પરિણીતા પર દુષ્કર્મ કરી હત્યા કરનાર 3 નરાધમને ફાંસીની સજા અપાઈ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા ગેંગરેપના મામલે આજે કપડવંજ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2018માં કપડવંજ તાલુકાની પરિણીત મહિલા પર 3 ઈસમે ગેંગરેપ ગુજારી તેની હત્યા કરી હતી. આજે આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમા ચાલી જતાં ત્રણેય આરોપીને ફાંસીની સજા ફટકારવામા આવી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. એડિ.ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ મામલે ચુકાદો આપ્યો છે. આરોપીઓ (1) ગોપી ઉર્ફે બલાભાઈ ગિરીશભાઈ દેવીપૂજક, રહે.જોરામાં, મોટીઝેર તા.ક૫ડવંજ જિ.ખેડા (2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દિરાનગરી, શિહોરા, તા.કપડવંજ જિ.ખેડા (3) લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી હે.ઈન્દિરાનગરને કોર્ટે ફાંસની સજા ફટકારી છે. શું હતો સમગ્ર મામલો? બનાવની હકીકત એવી છે કે, આરોપીઓ (1) ગોપી ઉર્ફે બલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક, રહે.જોરામાં, મોટીઝેર તા.ક૫ડવંજ જી.ખેડા (2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ જી.ખેડા (3) લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી હે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ, જી.ખેડા નાઓએ તા 28-10-2018 નારોજ કલાક 18:30થી કલાક 20:30દરમ્યાન કપડવંજના મોટીઝેર ચોકડીથી નિરમાલી સીમ સુધી મરણજનાર પરિણીતાને આરોપી જયંતિ વાદી અને લાલાભાઈનાઓએ જયંતિના મોટર સાયકલ ૫૨ મોટીઝર ચોકડીથી બેસાડી અપહરણ કર્યું હતું. આ બાદ નીરમાલી સીમમાં લઈ જતા મોટીઝેર ચોકડીએ આરોપી ગોપી ઉર્ફે ભલો જોઈ જતા બુમો પાડી હતી પણ ઉભા રહ્યા ન હતા. આ સમયગાળા દરમ્યાન નીમાલી સીમમાં જયંતીભાઈ અંબાલાલ પટેલના ખેતર નજીક આરોપી ગોપી ઉર્ફે ભલો જતા રોડની સાઈડમાં ઉપરોક્ત બન્ને લોકોનુ મોટરસાયકલ જોવા મળ્યુ હતુ. આ મોટરસાયકલ પાસે લાલાભાઈ ઉર્ફે કંકુડીપો ઊભો હતો. ગોપી ત્યાં પહોંચ્યો હતો નજીકમાં પરિણીતા પણ બેહોશ હાલતમાં પડેલી જોવા મળી હતી. ગોપીએ અન્ય બે આરોપીઓને પૂછ્યું હતું કે, આ શું કર્યું? તો જયંતી અને લાલાએ કહ્યું હતું કે, ‘અમે અમારું કામ પતાવી દીધું તું તારુ કામ પતાવી દે’. જો અમારા કહેવા મુજબ નહી કરે તો તેને મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી અને ગોપીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવા મજબૂર કર્યો હતો. આમ ત્રણેય આરોપીઓએ મરણંજનાર ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી પરિણીતાની હત્યા નિપજાવી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે પરિણીતાના મોઢા તેમજ ગળાના ભાગે સાડી બાંધી દઈ નગ્ન અવસ્થામાં ખેતરમાં ફેંકી દીધી હતી. કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ બાબતની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.,46/ 18થી નોંધાવતાં પોલીસે ઈ.પી.કો.ક. 366, 376(ડી),302,201 સાથે વાંચતા ક.114 મુજબનો ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને પકડેલા હતા. કઈ કલમમાં કેટલી સજા? (1) ગોપી ઉર્ફે ભલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક(વાઘરી), રહે.જોરામાં, મોટીર તા.કપડવંજ જી.ખેડા (2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ જી.ખેડા (3) લાલાભાઈ ઉર્ફે કંકુડીયો ૨મેશભાઈ વાદી રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ, જી.ખેડા નાઓને ફાંસીની સજા આપવામાં આવી છે. ઈ.પી.કો.કલમ 201સાથે વાંચતા કલમ 114 મુજબના ગુનામાં 3 વર્ષની સાદી કેદ તથા રૂા.5 હજારનો દંડ, દંડ ના ભરે 3 માસની સાદી કેદની સજા ઈ.પી.કો.કલમ 366 સાથે વાંચતા કલમ 114 મુજબના ગુનામાં 5 વર્ષની કેદ તથા 5 હજારનો દંડ, દંડ ના ભરે 3માસની સાદી કેદની સજા ઈ.પી.કો.કલમ 376(ડી) સાથે વાંચતા કલમ 114 મુજબના ગુનામાં આજીવન કારાવાસની સજા તથા 10 હજારનો દંડ, દંડ ના ભરે 6 માસની કેદની સજા ઈ.પી.કો.કલમ 302 સાથે વાંચતા કલમ 114મુજબના ગુનામાં ફાંસીની સજા તથા રુ10 હજારનો દંડ, દંડ ના ભરે 6 માસની કેદની સજા કોર્ટ દ્વારા 2 લાખ રૂપિયા ભોગબનના૨/ મ૨ણજનારના વારસદારોને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કર્યો

Related posts

સુરતના સગરામપુરા નજીક એપાર્ટમેન્ટમાં લાગી આગ

editor

ડભોઇ નગરપાલિકાના મહેકમ, વાહન અને ડીસ્પેચ ઑફિસની હાલત કફોડી

editor

મૂંગા પશુઓ નું પેટ ભરવાના ઉદ્દેશથી પાટણમાં નિર્માણ કરાયું રોટલીયા હનમાન મંદિર, માત્ર રોટલી અને રોટલાનો જ પ્રસાદ ચડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1