Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલે પક્ષ અંગેની ચિંતા દિલ્હી દરબારમાં રજૂ કરી

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ પક્ષની નેતાગીરીથી નારાજ છે. હાર્દિક પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપી રાજકારણ ગરમાવી દીધુ છે. તેમણે કહ્યું કે, રાજયના લોકોનુ હિત અને લોકોની ચિંતા વિપક્ષે કરવાની હોય છે. જાે કે વચ્ચે એવી વાત સામે આવી હતી કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક ભાજપમાં જાેડાઈ શકે છે. આ અંગે તેમણે કહ્યું કે, ભાજપમાં જાેડાવાના હાલ કોઈ સંકેત નથી. રાજકીય ર્નિણયની કોઈ તૈયારી હશે તો પહેલા મીડિયાને જાણ કરીશ.હાર્દિકે આગળ કહ્યું કે, હું રઘુવંશી કુળના પરિવારમાંથી આવુ છું. લવકુશના પરિવારના સંતાનો છીએ. હિંદુમાં ધર્મ સાથે વર્ષોથી નાતો છે. હિન્દુ ધર્મની જાળવણી માટે પૂરતા પ્રયાસ કરીએ છીએ. પાર્ટીમાં જે ચિંતા હતી તે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. હાઈકમાન્ડે કહ્યું છે કે, ટૂંક સમયમાં યોગ્ય ર્નિણય કરવામાં આવશે. આશા રાખું છું ગુજરાતના હિતમાં ર્નિણય કરવામાં આવે. જેથી આપણે લોકોની ઉમ્મીદો અને અપેક્ષા પણ ખરા ઉતરી શકીએ. મને વ્યક્તિગત કોઈનાથી નારાજગી નથી પણ સ્ટેટ લીડરશીપ સામે નારાજગી છે. સ્ટેટ લીડરશીપની જે જવાબદારી બનવી જાેઈએ તેમાં વિવાદનો વંટોળ દેખાઈ રહ્યો છે. લીડર વધારે છે તેથી નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ સમયસર નથી આવતું. જ્યારે પાર્ટીમાં કોઈ સાચુ બોલે ત્યારે તેને અલગ રીતે પ્રિડિક્શન કરવામા આવે છે. કે હવે તે જતો રહેવાનો છે. પાર્ટીમાં જ્યારે કોઈ આવી વાત કરે ત્યારે તેને સાથે ચર્ચા થવી જાેઈએ કે તેને શું તકલીફ છે.
ભાજપની વિચારધારા અંગે પૂછાતા હાર્દિક પટેલે જણાવ્યું કે, દુશ્મનોની વાતો સ્વીકારવી પડે છે. ભાજપ કે અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેમાંથી સારી બાબત શીખવાની હોય છે. ભાજપે જે તત્કાલ રાજકીય ર્નિણયો લીધા તો આપણે એ સ્વીકાર કરવા પડે કે રાજકીય ર્નિણયો લેવાની શક્તિ ભાજપમાં વધારે છે. હાર્દિકે કહ્યું કે, આ વકાલત નથી પણ સાચી વસ્તુનો સ્વીકાર કરવો જાેઈએ. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવુ હશે તો ર્નિણયશક્તિની ક્ષમતા વધારવી પડશે.
હાર્દિકે વધુમાં ઝણાવ્યું કે, કાર્યકરોને પૂછશો તો કાર્યકરો પણ સ્વીકારશે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ર્નિણયશક્તિનો અભાવ છે. હાઈકમાન્ડ પાસે આશા છે કે સમાધાન પ્રક્રિયામાં આગળ વધે કારણે કે છેવટે મારો ઉદ્દેશ્ય ગુજરાતને શ્રેષ્ઠ બનાવાનો છે અને એ દિશામાં મારે આગળ વધવાનું છે. રાજ્યના હિત માટે જે કંઈ ર્નિણય લેવાના હશે હું લઈશ.
મને મારા નુકસાનની નહિ પણ લોકોની ચિંતા છે તેમણે ફરીવાર સ્પષ્ટતા કરી કે, મારો વાંધો સ્ટેટ લીડરશીપ સામે છે. સ્ટેટ લીડરશીપ કામ કરવા નથી દેતી આ ઉપરાંત કામ કરનાર લોકોને રોકે છે.

Related posts

સુરેન્દ્રનગરમાં ૨૩ હજારથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને સહાય

editor

पानी बरबाद नहीं करने के लिए आनंदीबहन का अनुरोध

aapnugujarat

૧૨મીએે કારોબારી બેઠક : કોંગ્રેસ દ્વારા સોનિયા, રાહુલ, પ્રિયંકાના સ્વાગતની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1