Aapnu Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રમાં લોકડાયરાઓમાં પૈસા ઉડાડવાની પરંપરા,ગોંડલના લોક ડાયરામાં ભાજપના મંત્રીએ કર્યો રૂપિયાનો વરસાદ

સૌરાષ્ટ્રમાં લોક ડાયરાઓમાં રૂપિયા ઉડાડવાની અનોખી પરંપરા છે લોક્ડાયરાઓમાં ધર્મના કામ માટે પૈસાઓ ઉડાડવામાં આવતા હોય છે તેવામાં ભાજપના નેતા અને રાજ્યસરકારના મંત્રી લોકડાયરામાં કલાકાર પર વરસ્યા હતા અને બંડાલોના બંડલ રૂપિયા ઉડાડતા જોવા મળ્યા હતા કલાકાર ઓસમાણ મીરએ લોકડાયરામાં લોક ડાયરાની રમઝટ બોલાવી હતી અને અઢળક રૂપિયાનો વરસાદ કરતા મંત્રી જોવા મળ્યા હતા.

લોકડાયરામાં ઓસામણ મીર દ્વારા માતાજીના વિવિધ ગીતો અને ભજનો ગાતા જોવા મળ્યા હતા તેમજ દેશભક્તિના ગીતો પર પણ સુર રેલાવ્યા હતા અને જેને પગલે અરવિંદ રૈયાણી રૂપિયાના બંડલો સાથે સ્ટેજ પર આવ્યા હતા અને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો

આ કાર્યક્રમ રૈયાણી પરિવારના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને લોકડાયરામાં એટલા રૂપિયા ઉડાડવામાં આવ્યા જોવાનું વિડીયો માં જોવા મળી રહ્યું છે જે આંખે આખું સ્ટેજ પર જ નોટોની ચાદરથી ઢંકાઈ ગયું હતું અને લાખો રૂપિયાનો વરસાદ આ ડાયરામાં થયો હતો મોટી સંખ્યામાં લોકો આ કાર્યર્કમ ઉપસ્થિત રહ્યા હતા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

Related posts

બિનઅનામત જ્ઞાતિ આયોગ, નિગમો શોભાના ગાંઠિયા છે

aapnugujarat

अंबाजी : त्रिशूलिया घाट के पास निजी बस पलटी, 20से ज्यादा लोगो की मौत

aapnugujarat

જળસંચય અભિયાન માત્ર અભિયાન ન રહેતા જનઅભિયાન બની સાર્થક નિવડ્યું છે     – સાંસદ મનસુખભાઇ વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1