Aapnu Gujarat
ગુજરાત

હાર બાદ, પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસની ચુંટણીઓ ને લઈને ધૂરા સોંપવી કે નહીં તે અંગેનો નિર્ણય આજે કરાશે

અગાઉ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પ્રશાંત કિશોરની રણનીતિકાર તરીકે મદદ આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં લેવાય તેવી શક્યતાઓ છે ત્યારે આજે તે અંગે નિર્ણય લેવામાં આવશે.

પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસની ચુંટણીઓ ને લઈને ધૂરા સોંપવી કે નહીં તે અંગેનો નિર્ણય આજે કરવામાં આવશે. ખાસ કરીને આજે કોંગ્રેસ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠક કરશે.

સોનિયા ગાંધી આજે સાંજે દસ જનપથ ખાતે બેઠક કરશે બેઠક ની અંદર મલ્લિકાર્જુન ખડકે, દિગ્વિજયસિંહ, કેસી વેણુગોપાલ હાજર રહેશે. ખાસ કરીને પીકે ની ઈચ્છા છે કે લોકસભાની 2024ની ચૂંટણીની જવાબદારી પણ તેમને સોંપવામાં આવે .

ગુજરાતની અંદર આ વખતે કોંગ્રેસ તરફી કોઈ રહે ગત વર્ષે જોવા મળી હતી તે જોવા નથી મળી રહી છે તેના માટે એક યોગ્ય રણનીતિ ની જરૂર છે અને નવા ચહેરાની જરૂર છે ત્યારે પ્રશાંત કિશોરની મદદ અંગે રણનીતિકાર તરીકે લેવાય તેવી પૂરી શક્યતા છે.

અગાઉ કેટલાક રાજ્યની અંદર પણ તેમણે જવાબદારી સોંપવામાં આવી હતી કોંગ્રેસનું માનવું છે કે હાલ રાજ્યની જવાબદારી સ્વીકારે અને લોકસભાની ચૂંટણીને લઈને ભવિષ્યમાં તે અંગે વિચારણા કરવામાં આવે. જો કે આજે બેઠક બાદ પ્રશાંત કિશોરને ચૂંટણીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે આજે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

Related posts

બોટાદ નગરપાલિકાના પ્રમુખનુ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા સન્માન કર્યુ

editor

કોંગ્રેસનાં રાજમાં ૧૦૦ રૂપિયા લેવા ૨ જોડી ચપલ ઘસવા પડતા : રૂપાલા

aapnugujarat

ગીર ગઢડા પોલીસ સ્ટેશનના લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો .

aapnugujarat

Leave a Comment

UA-96247877-1