Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્માએ હવે MIની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ : માંજરેકર

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ (MI vs PBKS) વચ્ચેની મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સંજય માંજરેકરે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના સતત ખરાબ પ્રદર્શન બાદ માંજરેકરે કહ્યું કે મને લાગે છે કે હવે રોહિતે કેપ્ટનશિપનું વધારાનું દબાણ કિરેન પોલાર્ડને આપવું જોઈએ અને મુક્ત મનથી બેટિંગ કરવી જોઈએ.
તેણે કહ્યું કે જ્યારે રોહિત ભારત માટે રમે છે ત્યારે તેની એવરેજ અચાનક વધી જાય છે કારણ કે તે સમયે તે ટીમ માટે વધારે વિચારતો નથી પરંતુ જ્યારે તે IPLમાં રમે છે ત્યારે તે ઘણું વિચારવા લાગે છે જેના કારણે તેનું પ્રદર્શન બગડી જાય છે. ESPN Cricinfo ના એક શોમાં વાત કરતા સંજયે કહ્યું કે કિરન પોલાર્ડને લાગે છે કે તે હજુ પણ સારી કેપ્ટનશીપ કરી શકે છે. તેણે વધુમાં કહ્યું કે પોલાર્ડ હજુ પણ આ ટીમમાં મૂલ્ય ધરાવે છે. મુંબઈ ઈન્ડિયન્સ વિશે વાત કરતાં તેણે કહ્યું કે તેમના બેટ્સમેનોએ હવે અલગ જવાબદારી લેવી પડશે જેથી તેમના બોલરોને થોડી મદદ મળી શકે.
માંજરેકરે કહ્યું કે પોલાર્ડ આટલો મોટો ખેલાડી છે અને તેનું પ્રદર્શન દબાણવાળી મેચમાં ચોક્કસપણે બહાર આવશે પરંતુ તેના માટે મુંબઈ ઈન્ડિયન્સને ત્યાં પહોંચવું પડશે. આપને જણાવી દઈએ કે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. તેને તેની પ્રથમ ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPL પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે સૌથી નીચે છે.

Related posts

ભારત-શ્રીલંકા વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

દિલ્હી ડેયરડેવિલ્સે નામ બદલ્યું

aapnugujarat

ભારતે ઘરઆંગણે સળંગ 17મી ટેસ્ટ સીરિઝ જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1