Aapnu Gujarat
રમતગમત

ભારત-શ્રીલંકા વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ગ્રુપ બીની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે આજે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ શ્રીલંકાને કચડી નાંખીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચુકી છે. ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં જ ભારતે આ બાબત સાબિત કરી હતી. રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, યુવરાજ સિંહ સહિતના બેટ્‌સમેનો પાકિસ્તાન સામે જોરદાર દેખાવ કર્યા બાદ આવતીકાલે પણ ઓવલના મેદાન પર શ્રીલંકા સામે જોરદાર દેખાવ કરવા ંમાટે તૈયાર છે. ઓવલના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહી શકે છે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જો વરસાદ વિલન નહી બને તો રોમાંચક મેચ રમાશે. બન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તતાન ચેમ્પિયન ટીમ છે. જ્યારે શ્રીલંકાની ટીમ હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. શ્રીલંકા પાસે પણ કેટલાક શક્તિશાળી ખેલાડી રહેલા છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની આઠમી મેના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, આર.અશ્વિન, મોહંમદ સામી અને યુવરાજસિંહની વાપસી કરાઇ હતી. આઈસીસીની બીજી સૌથી મોટી સ્પર્ધા તરીકે આને ગણવામાં આવે છે.ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી.પહેલી જુનના દિવસે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થયા બાદ ૧૮મી જુન સુધી મેચો ચાલનાર છે. આઇસીસી વનડે ચેમ્પિયનશીપ રેન્કિંગમાં ટોપ આઠમાં રહેલી ટીમો મેદાનમાં ઉતરી છે. બાંગ્લાદેૈશની ટીમ આ વખતે વેસ્ટ ઇન્ડિઝની જગ્યાએ રમી રહી છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ યાદીમાં નવમા ક્રમ પર છે.
વર્ષ ૨૦૦૬ બાદથી બાગ્લાદેશની ટીમ પ્રથમ વખત પરત ફરી છે. જેથી તેના ખેલાડીઓ પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાલમાં જ માન્ચેસ્ટરમાં હુમલો કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પહેલી જૂનથી ૧૮મી જૂન સુધી ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં ભારતે પોતાના નજીકના હરિફ પાકિસ્તાન પર ચોથી જુનના દિવસે મોડી રાત્રે ૧૨૪ રને જીત મેળવી હતી. ગ્રુપ બીની બન્ને ટીંમોની આ પ્રથમ મેચ હતી. પાકિસ્તાન સામે જીત મેળવી લીધા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જાળવી રાખવા માટે હવે ભારતને વધારે પડકારની સ્થિતીનો સામનો કરવો પડશે. એક પણ ભુલ હવે ભારે પડી શકે છે. કોઇપણ ટીમને ઓછામાં ઓછી બે મેચ જીતવાની સ્થિતિમાં સેમિફાઇનલમાં સીધી તક મળશે. પ્રથમ મેચમાં પોતાના સ્તર પર કરવામાં આવેલી અનેક ભુલને સુધારી દેવા માટે ભારતને પણ ધ્યાન આપવુ પડશે. ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે રમવુ પડશે. જો વરસાદ વિલન બનશે નહી તો ચાહકોને રોમાચક મેચ જોવા મળી શકે છે.

Related posts

हमने जापान से हार का हिसाब बराबर किया : रानी रामपाल

aapnugujarat

Slovakia’s Dominika Cibulkova announces retirement from tennis

aapnugujarat

નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : વિલાન્ડર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1