Aapnu Gujarat
ગુજરાત

વીજ-બચત કરીને છેવાડાના ગ્રાહક સુધી વીજ-વિતરણનો લાભ મળે તેવા “પ્લાન્ડ લોડ શેડિંગ ટ્રાન્સફોર્મર”નું સંશોધન કરી યુજીવીસીએલએ પેટન્ટ મેળવ્યો .

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પોતાના માનવંતા “ગ્રાહકોને સર્વોત્તમ સેવા થકી સંતોષ” આપવાના ધ્યેયને ચરિતાર્થ કરવા વિવિધ ક્ષેત્રમાં અવનવા સંશોધનો કરીને વીજ-વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવાનો સતત પ્રયત્ન કરી રહેલ છે. જ્યોતિગ્રામ યોજનાના સફળ અમલીકરણ માટે ફાર્મહાઉસ અને છુટા છવાયા રહેણાંકના વિસ્તારમાં સતત ૨૪ કલાક વીજ-પૂરવઠો પૂરો પાડવા માટે સ્પેશ્યલ ડીઝાઇન્ડ ટ્રાન્સફોર્મર (એસ.ડી.ટી.) નું સંશોધન કરનાર તેમજ ERDA દ્વારા પ્રમાણિત હોય તેવી ભારતમાં પ્રથમ વીજ-વિતરણ કંપની બનેલ. કંપની દ્વારા સદર ટ્રાન્સફોર્મર્સ ભારતના જુદા જુદા રાજ્યો જેવાકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા રાજ્યોમાં કાર્યરત કરેલ છે. સ્પેશ્યલ ડીઝાઇન્ડ ટ્રાન્સફોર્મરને વધુ સલામત, વધુ અદ્યતન, વધુ કાર્યક્ષમ તથા ક્ષમતા વધારવા માટે સતત સંશોધનો કરવામાં આવી રહેલ જેના ફળ સ્વરૂપે પાયલોટ એડવાન્સ્ડ ટ્રાન્સફોર્મર (PAT) નો આવિષ્કાર કરીને વધુ એક સફળ પ્રયાસ કરવામાં આવેલ. તાજેતરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વધુ એક આવિષ્કાર કરવામાં આવેલ છે જેનાથી વીજ-બચત થઇ શકે તેમ છે. સદર આવિષ્કારને “AN ENERGY CONSERVATION SYSTEM WITH A PLANNED LOAD SHADDING TRANSFORMER” તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા એપ્લીકેશન નંબર 3073/NUM/2012 ને અનુલક્ષીને પેટન્ટ નંબર 494345 તારીખ ૨૦.૧૦.૨૦૧૨ના રોજથી ૨૦ વર્ષ માટે પેટન્ટની નોધણી કરવામાં આવેલ છે જેનું પ્રમાણપત્ર યુજીવીસીએલને તારીખ ૦૬.૦૪.૨૦૨૨ના રોજ આપવામાં આવેલ છે. પાયલોટ એડવાન્સ્ડ ટ્રાન્સફોર્મર (PAT) ની ડીઝાઇન તથા પેટન્ટ મેળવવા સારું યુજીવીસીએલના કાર્યક્ષમ અને કર્મઠ નિવૃત્ત વિશેષ મુખ્ય ઈજનેર આર.બી. પટેલ તેમજ સહયોગ આપનાર સ્વ. પી.આર. ચૌધરી, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, એસ.એ. પટેલ, નિવૃત્ત વિશેષ મુખ્ય ઈજનેર, એસ.પી. પટેલ, નિવૃત્ત અધિક્ષક ઈજનેર, એ.આર. વખારિયા, નિવૃત્ત કાર્યપાલક ઈજનેર, સ્વ. જી.આર. પટેલ, નાયબ ઈજનેર જેવા નિષ્ણાંત તજજ્ઞોની ટીમ દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેના થકી છુટા છવાયા ખેતર અને ફાર્મહાઉસ વિસ્તારમાં રહેતા અસંખ્ય પરિવારોના જીવનમાં અજવાળું ફેલાયેલ છે. સદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ અન્ય રાજ્યો દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે અને જેની રોયલ્ટી ઉત્તર ગુજરાત વીજ કંપનીને મળેલ છે. આમ સરકાર હસ્તકની વીજકંપની દ્વારા આવું સંશોધન કરવામાં આવ્યું હોય અને અન્ય રાજ્યો દ્વારા તેને અપનાવવામાં આવ્યું હોય અને તેની રોયલ્ટી પણ મળી હોય તેવી સમગ્ર રાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રથમ કંપની બની છે. ઉત્તર ગુજરાત વીજ કંપની ઉપરોક્ત સંશોધન માટે ગર્વ ની લાગણી અનુભવે છે.

Related posts

દિયોદરના સામાલા ગામે નર્મદાના નીર વધાવાયા

aapnugujarat

જલ્દી જ શરૂ થશે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી

editor

મોદીએ ગુજરાતને દંગારાજથી મુક્ત કરાવ્યું હતુંઃ અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1