Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

મોદીએ ગુજરાતને દંગારાજથી મુક્ત કરાવ્યું હતુંઃ અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પાર્ટી પ્રમુખ અમિત શાહ પણ વતન રાજ્ય ગુજરાત પહોંચ્યા હતા. અમિત શાહે ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, દંગારાજનો અંત લાવવામાં આવી ચુક્યો છે.
બંગાળ સુધી અવાજ જાય તે રીતે પ્રચંડ અવાજ સાથે જયઘોષ કરવા લોકોને અપીલ કરી હતી. અમદાવાદમાં ખાનપુરમાં એજ કચેરી છે જ્યાં પ્રથમ વખત ભાજપ દ્વારા સ્થાનિક ચૂંટણી જીતવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા. મોદીએ અહીંથી જ તેમની યાત્રા શરૂ કરી હતી. અમિત શાહે સુરત અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, મોદીએ ગુજરાતમાં રમખાણોથી રાજ્યને મુક્ત કરાવ્યું હતું. તે પહેલા ગુજરાતમાં જળસંકટની પણ સ્થિતિ રહી હતી. જળસંકટને પણ ઉકેલવામાં ત્યારબાદ સફળતા મળી હતી. કોઇ સમયે ગુજરાતમાં લોકોને માર્ગોમાં નિકળવામાં ભય લાગતો હતો પરંતુ મોદીએ ગુજરાતમાં ચારેબાજુ સુંદર રસ્તા બનાવ્યા હતા. મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉજ્જવલા યોજના મારફતે રસોઇ ગેસ પહોંચાડવામાં સફળતા મળી છે. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ત્રાસવાદને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની અંદર ઘુસીને બે-બે વખત ત્રાસવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવ્યો હતો. અમિત શાહે પોતાના ટૂંકા સંબોધનમાં ભાજપની શાનદાર જીત બદલ લોકોનો આભાર માન્યો હતો. ગાંધીનગર સીટ પરથી પોતાની જીત બદલ પણ લોકોનો આભાર માન્યો હતો.

Related posts

અમદાવાદને પાણી આપવા બે વર્ષમાં ૩૬૯ કરોડનો ખર્ચ

aapnugujarat

બેગુસરાય સીટ પર ગિરીરાજ અને કનૈયા કુમાર વચ્ચે ટક્કર રહેશે

aapnugujarat

ઝાલાવાડમાં કરણી માંની ૧૩૪મી જન્મ જયંતિની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1