Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં 10 હજાર ડૉક્ટરોની હડતાલ પર જવાને લઈને આ છે મુખ્ય 7 માંગણીઓ

રાજ્યની સરકારી હોસ્પિટલના 10 હજાર તબીબો આજથી તેમની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. તબીબોનું કહેવું છે કે, આ મુદ્દાને લઈને ત્રીજી વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ 31 માર્ચનું કહેવા છતા પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યુ હોવાનું તબીબો એ જણાવ્યું હતું. તેમની કેટલીક માંગણીઓ છે જેમાં મુખ્ય સાત પ્રકારની માંગણીઓ છે. જેમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવાથી લઈ કાયમી ભરતી કરવી તેમજ એડહોક સેવાઓ સળંગ કરવા સહીતની મુખ્ય આ સાત માંગણીઓ છે જેને સંતોષવા માટે કહેવામાં આવ્યું છે.

તબીબોની આ સાત પ્રકારની મુખ્ય માંગણીઓ છે

તબીબોની 12 વર્ષની બઢતી સરકારી કોલેજોમાં કરવામાં આવે
રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજની અંદર 400 પદો ખાલી છે.
નોન પ્રેક્ટિસિંગ અેલાઉન્સનો ઠરાવ ફરી અમલમાં લાવો તેવી માંગણી
રીટાયર્ડ તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન મળવા પાત્ર થાય
એડહોક સેવાઓને સળંગ કરવામાં આવે
તબીબોની કોન્ટ્રાક્ટ ભરતીઓ બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે.

આ મુદ્દાને તેમજ તબીબોની હડતાલને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉના પ્રશ્નોને લઈને તબીબોના 95 ટકા પ્રશ્નોને સોલ કરવામાં આવ્યા છે. હવે કયા પ્રકારના પ્રશ્નો છે તે અંગે જાણીશું, હવે કયા નાના મોટા મુદ્દાને લઈને હડતાલ કરી છે તે અંગે અમે તેમની સાથે ચર્ચા કરીશું તેવું તેમને મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

Related posts

ચોટલીકાંડ માનવસર્જિત હોવાના પુરાવા સપાટીએ : ત્રણ કિસ્સામાં મહિલાઓએ ચોટલી કાપી : ગૃહપ્રધાન

aapnugujarat

બનાસકાંઠાની થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાઈકચાલક યુવકનું અકસ્માતમાં મોત

editor

વિરમગામના ભોજવા ગામમાં ભારે વરસાદ ૬૦થી વધુ લોકોનું પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1