Aapnu Gujarat
ગુજરાત

સિદ્ધપુર બિંદુ સરોવરમાં અગવડો વચ્ચે ચૈત્ર માસ માં પ્રથમ દિવસે 45 શ્રાદ્ધવિધિ

સિદ્ધપુર ના બિંદુ સરોવર ખાતે ચૈત્ર માસ ના નવરાત્રી ના દિવસો માં પણ ઔતર્પણવિધી કરવા નું અનેરું મહત્વ છે. જેમાં શનિવારે અંદાજિત 45 થી વધુ પરિવારો દ્વારા તર્પણ વિધી કરી હતી તેમજ આગામી ના દિવસો માં પણ બિંદુ સરોવર માં શ્રાદ્ધવિધી માટે લોકો દુર દુર થી આવતા હોય છે. જોકે સુવિધાઓ ના અભાવે હાલાકી ભોગવવી પડી રહી છે.

માતૃ ગયા તરીકે વિશ્વભર માં પ્રખ્યાત બિંદુ સરોવર આવેલું છે. જ્યાં થોડા વર્ષ પૂર્વ ગુજરાત સરકાર દ્વારા કરોડો ના ખર્ચેથી બિંદુ સરોવર પરિસર નું રિનોવેશન કર્યું હતું. પરિસર માં પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુ ઓ ને ઘણી પ્રાથમિક સુવિધા ઓ નો અભાવ છે. જેમાં પીવા માટે ઠંડા પાણીની સુવિધા નથી, લાઈટો બંધ છે. બિંદુ સરોવર અને અલ્પા સરોવર જ્યારે જોઇયે ત્યારે ખાલી જ હોય છે.જેથી આવતા શ્રદ્ધાળુઓમાં ઉદાસીનતા જોવા મળી હતી. જેને કારણે બિંદુ સરોવર અને અલ્પા સરોવરને શુદ્ધ પાણીથી ભરવા તેમજ વહેલામાં વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા લોકમાંગ ઉઠી છે.

Related posts

વોલ્વો બસ હળવદ ચાર રસ્તા પાસે ટ્રકમાં ઘુસી ગઈ : વોલ્વો ચાલકનું મોત નિપજ્યું

aapnugujarat

સુરતમાં કિન્નરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

aapnugujarat

અમદાવાદ મ્યુ.કો.ના કાઉન્સિલરોની પ્રથમ બેઠક ૧૦ માર્ચે

editor

Leave a Comment

UA-96247877-1