Aapnu Gujarat
Uncategorized

પાટણ જિલ્લા ના મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ નિમિતે માતાજીને રંગબેરંગી ફૂલોની આગી કરાઈ

પાટણ જિલ્લા ના મંદિરો માં ચૈત્ર નવરાત્રિ નો પ્રારંભ થયો હતો. સવાર થી જ ભાવિક ભક્તો માતાજી ના દર્શન પૂજન અને આરતી નો લાભ લીધો હતો. આજે ચૈત્ર સુદ એકમ ના રોજ હિન્દુ નવ વિક્રમ સંવત 2078 અને ચૈત્રી નવરાત્રિ નો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થતા જ પાટણના નગરદેવી કાલિકા માતાજી મંદિર માતાજીને રંગબેરંગી ફૂલો ની નયનરમ્ય આગી કરાઈ હતી. માતાજીને સિંહ ની સાવરી કરતી આગી કરાઈ હતી. આ ઉપરાંત શહેરમાં ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી.

મંદિર માતાજીને સવારની આરતી કરાઈ હતી. જેના દર્શન નો લાભભવિક ભક્તોએ લીધો હતો. શહેરના માર્કેટયાડમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે માતાજીના માર્કેટયાડના વેપારીઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ સવારથી જ મંદિરોમાં દર્શન પૂજન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા.

આ ઉપરાંત પાટણ શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવાર વસવાટ કરે છે. આજે મહારાષ્ટ્રીયનનો ગુડી પડવો એટલે નવા વર્ષના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન પરિવારોએ પોતાના ઘરે ગુડી બનાવીને તેની પૂજા કરી હતી.

Related posts

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

aapnugujarat

ભાયાવદર શહેરમાં ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા

editor

ગુજરાત કિસાન સભા દ્વારા જો સરકાર ખેત સુધારા પાછા ન ખેંચે તો દિલ્હી ચલોનો નારો…..

editor

Leave a Comment

UA-96247877-1