Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ભાવનગરના મહેમાન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૨૪૫૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેનાં આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રો તથા સદરહુ કામનું ખાતમુર્હત મુખ્યમંત્રીશ્રીનાં વહસ્તે તા.૦૭/૦૬/૨૦૧૭ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ યોજનામાં જુદાં – જુદાં નવ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે. અગાઉ આ યોજના પૈકીના છ સ્થળો પર કુલ -૮૦૪ આવાસોનાં લોકાર્પણ કરી લાભાર્થીઓને આવાસોનાં કબ્જા ફાળવણી કરવામાં આવેલ છે. ટી.પી. સ્કીમ નં. ૮- રૂવા, ફાઇનલ પ્લોટ નં.૨૮, હમીરજી પાર્ક સામે, સુભાષનગર, ભાવનગર ખાતે કુલ -૧૦૮૮ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ આવાસોનાં લાભાર્થીઓને કોવીડ -૧૯ ની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકાર્પણ સમારોહ અન્વયે ભારતનાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી ભાવનગર મુકામે પધારનાર છે. તેઓની સાથે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહેશે તથા અન્ય મહાનુભાવો પણ જોડાશે.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ભારતનાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી દ્વારા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલ આવાસોની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. પાંચ પ્રતિકાત્મક લાભાર્થીઓને આવાસોની ચાવી સુપ્રત કરવામાં આવશે. આ કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૧ ને શુક્રવારનાં રોજ સાંજે ૦૪:૦૦ કલાકે યોજવામાં આવનાર છે.
રાષ્ટ્રપતિ ,રાજ્યપાલ ,અને મુખ્યમંત્રી ત્રણેય મહાનુભાવો ભાવનગરમાં રાત્રી રોકાણ કરશે. આ કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Related posts

મોરબીમાં બહેનનાં ઘેર ગયેલાં ભાઈની હત્યા

aapnugujarat

અલ્પેશ કથીરિયાને કોર્ટે ૧૦ હજારના બોન્ડ પર આપ્યા જામીન

aapnugujarat

કાવીઠા ગામમાં રાજપૂતોનો દલિતો પર હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1