Aapnu Gujarat
ગુજરાત

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠૌડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્‍તારમાં ઘરફોડ ચોરીનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન ભાવનગર મામસા ગામે આવતા હેડ.કોન્સ વિઠલભાઈ બારૈયાને ખાનગીરાહે બાતમી મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઇ ગયેલ મોટા ખોખરા રહેતો રૂપાભાઇ રાયાભાઇ પરમાર તથા તેની સાથેના માણસો રમેશભાઇ ઉર્ફે તીતલો છનાભાઇ પરમાર તથા ભગવાનભાઇ ઉૃફે જગદીશભાઇ ઉર્ફે જગો ભોળાભાઇ મકવાણા તથા સુરેશભાઇ રૂપાભાઇ પરમાર પીપરલા (થાણા) ગામેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તે ચોરીનો મુદામાલ વેચવા માટે મામસા ગામના પાટીયા પાસે આવેલ સીતારામ વે બ્રીજ રોડ ઉપર ઉભા છે. જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળા (૧) રૂપાભાઇ S/O રાયાભાઇ પરમાર ઉ.વ.-૪૦ રહે.-મોટા ખોખરા ગામ, દે.પુ.વાસ, રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર (૨) રમેશભાઇ ઉર્ફે તીતલો ઉર્ફે રમલો S/O છનાભાઇ પરમાર ઉ.વ.-૨૦ રહે.-મોટા ખોખરા ગામ, દે.પુ.વાસ, રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર તથા (૩) ભગવાનભાઇ ઉર્ફે જગદીશભાઇ ઉર્ફે જગો S/O ભોળાભાઇ મકવાણા ઉ.વ.-૨૯ રહે.-આખલોલ જકાતનાકા, ઇન્દીરાનગર, મફતનગર, ભાવનગર હાલ- મોટા ખોખરા ગામ દે.પુ.વાસ રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર તથા (૪) સુરેશભાઇ S/O રૂપાભાઇ રાયાભાઇ પરમાર ઉ.વ.-૨૦ રહે.-મોટા ખોખરા ગામ દે.પુ.વાસ રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર હાજર મળી આવેલ. તેઓ પૈકી નં.૧ પાસે થી સફેદ-પીળી ધાતુના દાગીના મળી આવેલ. જે દાગીનાના કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ અને ફર્યુ-ફર્યુ બોલતા હોય.જેથી આ ઇસમોએ આ દાગીના ચોરી અગર છળકપટથી મેળવી લીધેલાનુ જણાય આવતાં સોની મારફતે ખરાઈ કરાવી વજન કરાવતા નીચેના વર્ણનવાળા જણાય આવેલ.

Related posts

लगातार तीसरे दिन शहर में बारिश का दौर जारी रहा

aapnugujarat

गुजरात विधानसभा का बजट सत्र आज से शुरु

aapnugujarat

ખારેક પકવતા ખેડૂતોને ૨૩ લાખની સહાયતા : જયદ્રથસિંહ પરમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1