Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલમાં ૬ મહિનામાં અધધ વધારો સામે વપરાશમાં પણ વધારો

પેટ્રોલ ડીઝલ જ નહીં ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (છ્‌ય્ન્) એ પણ રેસિડેન્શિયલ ગ્રાહકો માટે પાઇપ્ડ નેચરલ ગેસ (ઁદ્ગય્) ના ભાવમાં ફરી વધારો કર્યો છે. કંપનીએ ૧૧ ઓક્ટોબરના રોજ ૧.૬૦ સ્સ્મ્ંે સુધીના દ્વિમાસિક વપરાશ માટે અમદાવાદમાં ડોમેસ્ટિક ઁદ્ગય્ની કિંમત રુ.૧૦૬૧.૨૦ રુપિયાથી વધારીને રુ. ૧,૦૮૯.૨૦ પ્રતિ સ્સ્મ્ંે (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) સુધી વધારી છે. તો ૧.૬૦ સ્સ્મ્ંે થી વધુના વપરાશ પર કિંમતને રુ.૧,૨૭૩.૪૪ થી વધારીને રુ. ૧,૩૦૭.૦૪ પ્રતિ સ્સ્મ્ંે કરવમાં આવી છે. તો વડોદરા માટે કંપનીએ ડોમેસ્ટિક પીએનજીના ભાવ રુ. ૯૮૧.૧૨ પ્રતિ સ્સ્મ્ંેથી વધારીને રુ. ૧,૦૦૯.૧૨ પ્રતિ સ્સ્મ્ંે કર્યા છે. ટેક્સ સિવાયના આ દરો ૨૪ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યા છે. ઈંધણના ભાવમાં વધારાને પગલે પરિવહન, ખાનગી કેબ્સ અને બસોના ખર્ચમાં પણ વધારો થયો છે. ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશન (ય્ન્ર્ઝ્રંછ)ના પ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, “પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે, અમે અમારા પ્રતિ કિલોમીટરના ટેરિફમાં આશરે ૨૦%નો સુધારો કર્યો છે.” પટેલે ઉમેર્યુંઃ “જાે કે, અમારું માર્જિન સતત ઘટી રહ્યું છે કારણ કે છેલ્લા છ મહિનામાં પેટ્રોલના ભાવમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. આની સીધી અસર અમારી આવક પર પડી રહી છે.” તેવી જ રીતે ટ્રાન્સપોર્ટરો પણ વધી રહેલા ઇંધણના ખર્ચનો સામનો કરી રહ્યા છે. અખિલ ગુજરાત ટ્રાક ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું કે, “ઈંધણના ભાવમાં દૈનિક સુધારો હવે વ્યવહારિક નથી કારણ કે અમારે માલસામાનના પરિવહન માટે પહેલાથી જ નેગોસિએશન કરીને નક્કી કરાયેલા દરો પર કામ કરવું પડે છે અને તેના કારણે સતત વધુને વધુ નુકસાન સહન કરવું પડે છે.” દવેએ ઉમેર્યું કે “ઇંધણના ભાવમાં વારંવાર વધારો થતો હોવાથી, અમે અમારા ટ્રાન્સપોર્ટ કરારમાં એક કલમ ઉમેરી છે. જાે કોન્ટ્રાક્ટની માન્યતા દરમિયાન કિંમત ચોક્કસ થ્રેશોલ્ડ કરતાં વધી જાય, તો અમે લાગુ પડતા ટ્રાન્સપોર્ટ ચાર્જમાં તેના આધારે વધારો કરીએ છીએ.”જ જાે કે, તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટરોને ભાવમાં બાકીનો વધારો ઝીલવાની ફરજ પડે છે.” “અમારા ઈનપુટ કોસ્ટ કોમ્પોનન્ટમાં ઈંધણનો હિસ્સો ૫૦% છે, જેના પરિણામે અમારા નફાના માર્જિનમાં ઘટાડો થાય છે અથવા તો ક્યારેક નુકસાન પણ થાય છે,” તેમણે કહ્યું. “પેટ્રોલ અને ડીઝલને ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (ય્જી્‌) ના દાયરામાં લાવવા માટે શ્રેણીબદ્ધ રીતે અનેક રજૂઆતો કરવામાં આવી છે.” ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ટોચના વેપારીઓ પણ ભાવમાં વધારાના કારણે આર્થિક બોજાે વધી રહ્યા અનુભવી રહ્યા છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને કુદરતી ગેસ અને કોલસાના ખર્ચ સાથે તેમનો ઇનપુટ ખર્ચ વધે છે. છેલ્લા છ મહિનામાં તમારી આવક ભલે વધી ન હોય, પરંતુ તમારો ખર્ચ ચોક્કસ વધી ગયો હશે! છેલ્લા છ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૯% જેટલો વધારો થયો છે. ૧૫ એપ્રિલે અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૮૭.૫૭ રૂપિયા પ્રતિ લિટર હતી જે વધીને ૧૦૪.૨૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તો ડીઝલની કિંમત જે ૮૬.૯૬ રૂપિયા હતી તે વધીને ૧૦૩.૮૧ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. જાેકે તહેવારોની સિઝનના કારણે પેટ્રોલ ડીઝલના વેચાણમાં ભાગ્યે જ કોઈ તફાવત જાેવા મળી રહ્યો છે અને તહેવારોના કારણે ચહલપહલ વધી છે અને ઉલ્ટાનો વપરાશ વધી રહ્યો છે, એમ અમદાવાદના એક પેટ્રોલિયમ પ્રોડક્ટના ડીલરે જણાવ્યું હતું. જાેકે, ગ્રાહકો ભાવમાં સતત વધારાથી નારાજ છે. ભાવને નિયંત્રિત કરવામાં ડીલરોની કોઈ ભૂમિકા ન હોવા છતાં, ગ્રાહકો તેમની નિરાશા અમારા પર ઠાલવતા હોય છે.”

Related posts

સોપોરેમાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર

aapnugujarat

મતદાર તરીકે માત્ર ૨૪૦૦૦ વિદેશી ભારતીયો નોંધાયેલા છે

aapnugujarat

इंटरनेट के इस्तेमाल में भारतीय सबसे आगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1