Aapnu Gujarat
રમતગમત

ટી૨૦ વર્લ્ડ કપને લઈ પાકિસ્તાની ફેને પાકિસ્તાનના કેપ્ટનને ધમકી આપી

પાકિસ્તાન અને ભારત સામેની મેચ માટે પાકિસ્તાનમાં કેટલાક ચાહકોએ તો શુભકામના આપી હતી. ત્યારે કેટલાકની પ્રતિક્રિયા ધમકીભરેલી રહી હતી. એક ઇટ્‌વરૈઙ્મ મ્રટ્‌વં નામના યૂઝરે ધમકી ભરેલાં અંદાજમાં ઘરે પાછા આવવા નહી દઇએ તેવી વાત કરી હતી. અન્ય કેટલાક ચાહકોએ મૌકા-મૌકાપ. જાહેરખબર સાથે જાેડતાં લખ્યું હતું કે, આ એક આખરી તક છે. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી ટી-૨૦ વિશ્વ કપમાં પાંચ વાર મુકાબલા યોજાયા છે અને આ તમામમાં ભારતનો વિજય થયો છે. બીજી તરફ આઝમે આ મેચને જીતવાની વાત કરી છે. તેણે તાજેતરમાં જણાવ્યું હતું કે અમે લોકો પાછલા ત્રણ વર્ષથી યુએઇમાં ક્રિકેટ રમી રહ્યા છીએ અને અહીંના વાતાવરણથી વધારે સારી રીતે પરિચિત છીએ. તેણે ઉમેર્યું હતું કે અમને ખબર છે કે વિકેટ કેવી હશે અને બેટ્‌સમેનો વચ્ચે કેવો તાલમેલ બેસાડવો પડશે. મેચના દિવસે સૌથી સારી ટીમ જ જીતશે અને મને લાગે છે કે અમે જીતીશું.ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ માટે બન્ને દેશના ચાહકોમાં કેવી લાગણી પ્રવર્તતી હોય છે તે તો સૌ કોઇ જાણે છે. ટી૨૦ વિશ્વ કપમાં ફરી એકવાર બન્ને ટીમો આમનેસામને ટકરાશે ત્યારે પાકિસ્તાન ટીમના એક ફેને પાક ટીમના કેપ્ટન બાબર આઝમને ખુલ્લી ધમકી આપી દીધી છે કે જાે ૨૪ ઓક્ટોબરવાળી મેચ જીતાડશો નહીં તો ઘરમાં આવવા નહીં દઇએ. આ ચાહકે ધમકીભર્યો રિપ્લાય બાબર આઝમના ટિ્‌વટર ઉપર જ પોસ્ટ કર્યો છે. નોંધનીય છે કે ટી૨૦ વિશ્વ કપ-૨૦૨૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૪ ઓક્ટોબરે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર મેચ રમાશે. આ મેચને લઇને ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ બન્ને કટ્ટર હરીફ ટીમો વચ્ચે જ્યારે પણ મુકાબલો યોજાય છે ત્યારે ફક્ત ખેલાડીઓ જ નહીં તેના ફેન્સને પણ જીતથી ઓછું કશું ખપતૂું હોતું નથી. મેચની પહેલા જ ચાહકોની પ્રતિક્રિયા આવવા લાગે છે.

Related posts

फुटबाल इतिहास के टॉप गोल स्कोरर बने रोनाल्डो

editor

છ બેવડી સદી ફટકારનારો કોહલી પ્રથમ કેપ્ટન બન્યો

aapnugujarat

पंत बहुत खास, हम करेंगे उनका सपोर्ट : हेड कोच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1