Aapnu Gujarat
બિઝનેસ

કમાણીના આંકડાની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં સાવધાનીનું વલણ રહેશે

આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા, માઇક્રો ઇકોનોમીક ડેટા, ત્રિમાસિક ગાળાના પરિણામો સહિત જુદાજુદા પરિબળો વચ્ચે શેરબજારમાં આ સપ્તાહમાં કારોબારીઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બજાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, આરબીઆઈની પોલિસી ઉપર મોટાભાગે તમામની નજર રહેશે.ટ્રેડ સ્માર્ટ ઓનલાઈનના સ્થાપક ડિરેક્ટર વિજય સિંઘાનિયાએ માહિતી આપતા કહ્યું છે કે, આગામી આરબીઆઈની પોલિસી સમીક્ષા અને જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ બજારની દિશા નક્કી કરશે. મોટી કંપનીઓ આ સપ્તાહમાં પોતાના પરિણામ જાહેર કરનાર છે જેમાં પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, લ્યુપિન, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. આરબીઆઈની બેઠક આ સપ્તાહમાં જ મળનાર છે. રેટ ઘટાડાના મોરચે આરબીઆઈ કયા પગલા લેશે તેના ઉપર તમામની નજર રહેશે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પીએમઆઈના ડેટાની જાહેરાત પણ કરવામાં આવનાર છે. ભારતીય અર્થતંત્ર માટે આ સપ્તાહ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આરબીઆઈની પોલિસી બીજી ઓગસ્ટના દિવસે મળનાર છે. આ ઉપરાંત માઇક્રો ઇકોનોમીક પરિબળો પણ ઉપયોગી બનેલા છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઇના ડેટા ઉપર પણ નજર રહેશે જેમાં અર્થતંત્રના રંગ નજરે પડશે. સાત મુખ્ય પરિબળોની અસર બજાર ઉપર જોવા મળશે જેમાં બિહારમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા, પાકિસ્તાનમાં શેરબજારમાં પતન, જૂન ત્રિમાસિક ગાળાના પરિણામની અસર રહેશે. નિફ્ટી ૧૦૦૦૦ની સપાટીને સ્પર્શી ગયા બાદ કારોબારીઓ તેને લઇને પણ આશાવાદી બનેલા છે. શુક્રવારના દિવસે સ્થાનિક ઇક્વિટી ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. સેંસેક્સ ૭૩ પોઇન્ટ ઘટીને છેલ્લે ૩૨૩૧૦ની સપાટીએ રહ્યો હતો. એચડીએફસીમાં ત્રણ ટકાનો ઉછાળો અને ડો. રેડ્ડીમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટીમાં મંદી રહી હતી પરંતુ તે ૧૦૦૦૦ની સપાટીને જાળવવામાં સફળ રહેતા કારોબારીઓ નિરાશ થયા ન હતા. છેલ્લા સપ્તાહમાં નિફ્ટીમાં ૨૨ શેર તેજીમાં રહ્યા હતા. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાપ્તાહિક આધારે સેંસેક્સમાં ૦.૨૦ અને નિફ્ટીમાં ૦.૪૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન કેટલીક નાણાંકીય કંપનીઓના પરિણામોએ પણ રોકાણકારોમાં આશા જગાવી હતી. આરબીઆઈની બેઠક પહેલી ઓગસ્ટથી શરૂ થશે. જે બીજી ઓગસ્ટના દિવસે પરિણામ જારી કરશે.
ફુગાવામાં ઘટાડો થઇ ચુક્યો છે. જે આરબીઆઈના ચાર ટકાના ફુગાવાના ટાર્ગેટ કરતા ઓછો છે. દેશભરમાં સરેરાશ મોનસુનની સ્થિતિના પરિણામ સ્વરુપે ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં વધુ ઘટાડો થઇ શકે છે. જીએસટીના રેટને લઇને પણ આશા જાગી છે. કંપનીઓના પરિણામો આવતીકાલથી જાહેર થવાની શરૂઆત થશે. રિલાયન્સ પાવર, શ્રી સિમેન્ટના સોમવારે પરિણામો જાહેર કરાશે જ્યારે મંગળવારે જેએસડબલ્યુ સ્ટીલ, મારિકો, પિરામલ એન્ટરપ્રાઇઝ, પાવર ગ્રીડના પરિણામ જાહેર થશે. બુધવારે બાટા ઇન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટી, લ્યુપિનના પરિણામ જોહર કરાશે.

Related posts

बैकिंग क्षमता के पुननिर्माण की योजना पर काम जारीः जेटली

aapnugujarat

૭ કંપનીની મૂડીમાં ઘટાડો

aapnugujarat

भगोड़े मेहुल चोकसी को बॉम्बे हाईकोर्ट से राहत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1