Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા જુલાઈ માસમાં ચાર અબજ ડોલર ઠલવાયા

વિદેશી મૂડીરોકાણકારોનો વિશ્વાસ ભારતીય બજારમાં અકબંધ રહ્યો છે. કારણ કે, જંગી નાણા ભારતીય મૂડી માર્કેટમાં ઠાલવી દેવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં હજુ સુધી ચાર અબજ ડોલરની જંગી રકમ ઠાલવી દેવામાં આવી છે. અન્ય ઉભરતા માર્કેટની સરખામણીમાં ભારતમાં ચિત્ર આશાસ્પદ દેખાતા આ નાણા ઠાલવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા પાંચ મહિના (ફેબ્રુઆરી-જુન)માં ૧.૬૨ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.જુદા જુદા કારણોસર વિદેશી રોકાણકારો હાલમાં ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ત્રીજીથી ૨૮મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૭૬૧૧ કરોડ રૂપિયા અથવા તો ૧.૨ અબજ ડોલર ઠાલવી દીધા છે જ્યારે તેઓએ ડેબ્ટ માર્કેટમાં ૧૮૫૯૯ કરોડ રૂપિયા અથવાતો ૨.૯ અબજ ડોલરની રકમ ઠાલવી છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો જુલાઈ મહિનામાં ૪.૧ અબજ ડોલર રહ્યો છે અથવાતો રૂપિયાની દ્રષ્ટિએ આ આંકડો ૨૬૨૧૦ કરોડનો રહ્યો છે. હજુ એક કારોબારી સત્ર બાકી હોવાથી આ આંકડો વધી શકે છે. નવેસરના મૂડી પ્રાહવાની સાથે જ મૂડી માર્કેટમાં કુલ રોકાણનો આંકડો આ વર્ષે ૧.૭૪ લાખ કરોડ અથવા તો ૨૬ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, છેલ્લા થોડાક વર્ષથી એફપીઆઈએ જુદા જુદા પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Related posts

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : વેપારી વધુ સાવધાન થયા

aapnugujarat

૨૦૧૭-૧૮માં ઠગોએ બેન્કોને ૪૧૧૬૭ ચૂનો લગાવ્યો : આરબીઆઈ

aapnugujarat

૨૦૧૫ની સરખામણીએ હવે ૧૨ ગણો વધારે ડેટા યૂઝ કરી રહ્યાં છે ભારતીય યૂઝર્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1