Aapnu Gujarat
ગુજરાત

ફટાકડાના વેચાણ તથા સ્ટોલ ભાડે માટે પરવાના લેવા પડશે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

દિવાળી-૨૦૨૧ અંતર્ગત હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઇચ્છુક વેચાણકર્તાઓને તથા ફટાકડાના વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, આગામી તા.૦૪/૧૧/૨૦૨૧ના દિવાળીના તહેવારો દરમ્યાન કામચલાઉ ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વ્યક્તિઓએ તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાના ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાના નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ એકબારી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. આ માટે ફટાકડા વેચાણ માટેના પરવાનો મેળવવાનું નિયત નમુનાનું અરજી ફોર્મ જાહેર રજા સિવાયના દિવસે કચેરી સમય દરમ્યાન ડી.એમ.શાખા, કલેકટરેટ, ભાવનગરમાંથી અને જવાહર મેદાનની જમીન ભાડેથી મેળવવા માટેનું નિયત નમુનાનું અરજી ફોર્મ મહેસૂલ શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતેથી રૂબરૂમાં મેળવી લેવાનું રહેશે અને નિયત અરજી ફોર્મ સાઘનિક કાગળો સાથે એકબારી શાખા, કલેકટર કચેરી, ભાવનગર ખાતે તા.૧૫/૧૦/૨૦૨૧ સુઘીમાં જમા કરાવવાનું રહેશે. આ મુદત વિત્યા બાદ કોઇ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી તેમ નિવસી અધિક કલેકટરશ્રીની યાદીમા જણાવવામા આવેલ છે.

Related posts

સમગ્ર દેશને કર્ફ્યુમુક્ત બનાવવા માટે તનતોડ પરિશ્રમ જારી છે : પાટણમાં મોદીની ખાતરી

aapnugujarat

૯મીએ રાહુલ આદિવાસી, ખેડૂત અને વેપારીઓની સાથે સંવાદ કરશે

aapnugujarat

જાંબુઘોડાથી શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1