Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના કરજણ ડેમના ત્રણ દરવાજામાંથી છોડાઇ રહેલું ૨૪ હજાર ક્યુસેક પાણી

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ ખાતે આજે તા.૨૮ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજ બંધની રૂલ સપાટી ૧૦૭.૦૧ મીટરે હતી અને બપોરે 3=૦૦ કલાકે ડેમની સપાટી ૧૦૮ મીટર રહેવા પામી હતી. ડેમના ૨, ૪ અને ૭ નંબરના ગેટમાંથી ગઇકાલ સાંજથી ૨૪ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આજે પણ તા.૨૮/૭/૨૦૧૭ ના રોજ ઉક્ત ગેટમાંથી ૨૪ હજાર ક્યુસેક પાણી છોડવાની સ્થિતિ યથાવત રહી છે. કરજણ ડેમ ખાતેના ફરજ પરના ઇજનેરશ્રી તરફથી પ્રાપ્ય અહેવાલ મુજબ ગત.૨૩ મી જુલાઇ, ૨૦૧૭ થી ડેમ સાઇટ ખાતેના બે સ્મોલ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કાર્યરત છે અને પ્રતિદિન ૭૦ હજાર યુનિટનું વિજ ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે.

Related posts

જીએસટી બાદ રાજ્યની આવકમાં ઘટાડો..!

aapnugujarat

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ – વશરામ સાગઠીયા AAPમાં જોડાયા,

aapnugujarat

ગોંડલમાં ખેતરના કૂવામાંથી પ્રેમી પંખીડાનો મૃતદેહ મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1