Aapnu Gujarat
રમતગમત

ધોની હવે અન્ય સ્પોર્ટસ પર પોતાનો હાથ અજમાવી રહ્યો છે

મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાથી સંન્યાસ લીધો હતો. તેણે કુલ ૩૫૦ વનડે, ૯૮ ્‌-૨૦ અને ૯૦ ટેસ્ટ મેચ રમી છે, જેમાં કુલ ૧૭ હજાર ૨૬૬ રન કર્યા છે. આ દરમિયાન ધોનીએ ૧૦૮ અર્ધસદી અને ૧૬ સદી ફટકારી છે. તેની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમે ૩ ૈંઝ્રઝ્ર ટ્રોફી પણ જીતી હતી ૧૯ સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર ૈંઁન્ના ફેઝ-૨ પહેલા ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ેંછઈમાં છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા ધોનીએ નેટ્‌સમાં આક્રમક બેટિંગ પ્રેક્ટિસ કરી હતી, તેવામાં હવે નેટ સેશન્સમાંથી થોડો બ્રેક લઈને કેપ્ટન કૂલ ધોની ટીમ મેમ્બર્સ સાથે વોલીબોલ રમતા નજરે પડ્યા હતા. આની પહેલા પણ તે સ્નૂકર અને પ્રેક્ટિસ સેશનમાં ફુટબોલ રમતા નજરે પડ્યા હતા. ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની વોલીબોલ રમતો નજરે પડી રહ્યો છે. ત્યારે ગેમ દરમિયાન ધોનીએ હેલિકોપ્ટર શોટથી પણ પાવરફુલ સ્મેશ મારી હતી. ઝ્રજીદ્ભએ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે ‘હોલિડે ક્રોસ માર્ક’, જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે કેપ્ટન કૂલ અત્યારે નેટ પ્રેક્ટિસથી થોડો બ્રેક લઇને ેંછઈમાં સમય પસાર કરી રહ્યા છે. ધોનીની આક્રમક સ્મેશને ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ડિફેન્ડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૪૧ વર્ષના હોવા છતા ધોનીને આક્રમક રીતે વોલીબોલ રમતા જાેતા તેની ફિટનેસનો અંદાજાે લગાવી શકાય છે. ઝ્રજીદ્ભએ ૨૪ ઓગસ્ટે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો જેમાં ધોનીએ નેટ્‌સમાં બેક ટુ બેક ૫ છગ્ગા માર્યા હતા. ફેન્સને ધોનીનો આ આક્રમક અંદાજ પસંદ આવ્યો હતો. જાેકે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીને સિક્સ માર્યા પછી બોલને મેદાન બહાર ઝાડીઓમાં શોધવા જવું પડ્યું હતું. ધોનીએ એટલી દૂર સિક્સર્સ મારી હતી કે તેની સાથે અન્ય ખેલાડીઓએ પણ બોલ શોધવા માટે જવું પડ્યું હતું. આ વીડિયોમાં ધોની એવુ કહી રહ્યો હતો કે મેં પણ ૪ બોલ કહ્યું હતું પરંતુ ૪ના સ્થાને ૧૪ રમ્યો હતો.અત્યારે ૈંઁન્-૧૪ના પોઇન્ટ્‌સ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ પહેલા સ્થાને છે. ડ્ઢઝ્રએ અત્યાર સુધી કુલ ૮માથી ૬ મેચ જીતી છે. જ્યારે બીજા ક્રમાંક પર ધોનીની ટીમ ઝ્રજીદ્ભ તથા ત્રીજા નંબરે વિરાટ કોહલીની ઇઝ્રમ્ છે. કેપ્ટન કૂલ ધોની અને વિરાટની ટીમે અત્યારસુધી કુલ ૭માથી ૫ મેચ જીતી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે ૩ વાર ૈંઁન્ ટાઇટલ જીત્યું છે. પરંતુ ગત વર્ષે ઝ્રજીદ્ભનું પ્રદર્શન સારુ રહ્યું નહતું અને તે ૧૪માથી માત્ર ૬ મેચ જ જીતી શકી હતી. ૈંઁન્-૧૩મા ધોનીની ટીમ ૭મા ક્રમાંક પર રહી હતી. તેવામાં ધોની ૈંઁન્-૧૪ની સીઝન જીતીને પોતાના ફેન્સને યાદગાર ગિફ્ટ આપવા માગશે.

Related posts

मूडी की विश्व टी 20 एकादश में रोहित कप्तान

editor

NZ v PAK : दूसरे टेस्ट से बाबर आजम हुए बाहर

editor

IPLમાં સંજુ સેમસન રાજસ્થાન માટે બન્યો માથાનો દુઃખાવો

editor

Leave a Comment

UA-96247877-1