Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લામાં સાતમા ગુણોત્સવનું સારૂ પરિણામ : એ+ અને એ ગ્રેડની શાળાઓ વધી

 

વડોદરા જિલ્લામાં સાતમા ગુણોત્સવનું સારૂ પરિણામ મળ્યુ છે. તેના જાહેર કરવામાં આવેલ પરિણામો અનુસાર એ+ ગ્રેડની શાળાઓમાં ૧૨નો અને એ ગ્રેડની શાળાઓમાં ૫૨નો વધારો થયો છે. શાળાઓની ગ્રેડ સુધારણાને પગલે બી, સી અને ડી ગ્રેડની શાળાઓની સંખ્યા ઘટી છે. જિલ્લા  શિક્ષણાધિકારી ડૉ. એમ.એન.પટેલના જણાવ્યા પ્રમાણે ગુણોત્સવ ૬ના પરિણામો પછી જિલ્લાની સી અને ડી ગ્રેડની શાળાઓની ગ્રેડ સુધારણા માટે પધ્ધતિસરના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે શાળાના આચાર્યોની ચિંતન શિબિર, ઉપચારાત્મક શિક્ષણ અને તેનું મૂલ્યાંકન, શાળા મુલાકાતો, અસરકારક મોનીટરીંગ અને માર્ગદર્શનથી ગ્રેડ સુધારણામાં સફળતા મળી છે.

Related posts

म्युनि. पब्लिक हेल्थ लेबोरेटरी का काम अभी धीमी गति से

aapnugujarat

હાર્દિક ચૂંટણી નહીં લડી શકે : સજા ઉપર સ્ટે મુકવાનો કોર્ટનો ઇનકાર

aapnugujarat

સરદાર સરોવર ડેમને તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરવામાં આવશે : નીતિન પટેલ

editor

Leave a Comment

UA-96247877-1