Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓલા-ઉબેરની પેટર્ન પર સરકાર એપ બેઝ્‌ડ ટેકસી સેવા શરૂ કરશે : ગડકરી

ઓલા અને ઉબેરની પેટર્ન પર હવે કેન્દ્રની મોદી સરકાર પણ એપ બેઝડ કેબ સર્વિસ શરૂ કરી શકે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ યોજના હાલ જોકે અત્યંત પ્રારંભિક તબક્કે છે, પરંતુ સરકાર તેને લઇને ગંભીર છે. તેમણે દુનિયાભરમાં ડ્રાઇવરલેસ કારને લઇ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયાભરમાં ભલે ડ્રાઇવરલેસ કારને લઇને ઉત્સાહ વધી રહ્યો હોય, પરંતુ ભારતમાં હાલ આવી કાર માટે કોઇ સ્થાન નથી. માર્ગ અને પરિવહન પ્રધાન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારને લાખો ડ્રાઇવરોની નોકરીની ચિંતા છે એવામાં ડ્રાઇવરલેસ કાર પર સરકાર વિચાર કરીને લાખો લોકોની નોકરીઓને ફટકો પહોંચાડવા માગતી નથી.
ગડકરીએ જણાવ્યું કે સરકારી પ્લેટફોર્મ વધુ ને વધુ લોકોને રોજગાર પહોંચાડવા માટે હોય છે. ઓલા અને ઉબેરની પેટર્ન પર સરકાર દ્વારા એપ બેઝડ ટેકસી સેવા લાવવાની યોજના છે, જોકે આ યોજના હાલ અત્યંત પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ અમે તેના પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ગડકરીએ જણાવ્યું હતું કે ટ્રકર્સ અને ટેકસી એગ્રીગેટર્સ દ્વારા ટ્રાન્સપોર્ટ માર્કેટમાં હજારો નવા રોજગાર આવી રહ્યા છે ત્યારે ડ્રાઇવરલેસ કાર જેવી ટેકનોલોજી લાખો લોકોને બેરોજગાર બનાવી શકે છે.

Related posts

ખેડુત નિધીના પ્રથમ હપ્તા માટે આધાર ફરજિયાત નહીં

aapnugujarat

ભાવુક માણસ છું એટલે હત્યારાઓને ગોળીઓથી વીંધી નાંખવા કહ્યું : કુમારસ્વામી

aapnugujarat

સેંસેક્સ વધુ ૩૫૮ પોઇન્ટ ઉછળી ઉંચી સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1