Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાનના જાલોર, સિરોહી અને પાલીમાં પુરની પરિસ્થિતિ

રાજસ્થાનમાં પણ ત્રણ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલીછે. અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે રાજસ્થાનમાં પણ હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદ વચ્ચે ઝાલારો, શિરોહી અને પાલી જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. છેલ્લા બે દિવસથી જારી ભારે વરસાદના લીધે આ ત્રણેય જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ પડ્યું છે. ત્રણેય જિલ્લાઓમાં ૧૫૦ મીમીથી લઇને ૭૦૦ મીમી સુધી વરસાદ થિ ચુક્યો છે. રાજ્યના એકમાત્ર પહાડી પ્રવાસી સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૭૦૦ મીમીથી વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. ભારે વરસાદન ાપરિણામ સ્વરુપે માઉન્ટ આબુનું અન્ય ક્ષેત્રો સાથે સંપર્ક કપાઈ ગયો છે. ગુજરાત અને અન્ય રાજ્યોથી આવેલા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુમાં જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા છે. સૌથી ખરાબ હાલત ઝાલોર જિલ્લામાં છે. જિલ્લાના અનેક ગામ પાણીમાં ડુબેલા છે. આજે સતત બીજા દિવસે હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટીમે બચાવ અને રાહત કામગીરી હાથ ધરીને ૧૫થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા. જિલ્લાના સાંચોર વિસ્તારમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. અહીંથી પસાર થનાર રાષ્ટ્રીય માર્ગ સંખ્યા ૧૫ બંધ સ્થિતિમાં છે. ઝાલોરમાં પણ આસપાસના જિલ્લાઓ સાથે સંપર્ક તુટી ગયા છે. પાલી જિલ્લામાં પણ આજે મંગળવારના દિવસે હાલત ખુબ જ ચિંતાજનક રહી હતી. જિલ્લાના મોટાભાગના ગામો પાણીમાં ગરકાવ થયેલા છે. ગામોના મોટાભાગના લોકોને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. શિરોહી જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. અલબત્ત સોમવારની સરખામણીમાં આજે મંગળવારના દિવસે ઓછા વરસાદના લીધે લોકોએ રાહતનો દમ લીધો હતો. જોધપુરની લુણી નદીમાં ભારે વરસાદ વચ્ચે એક ઓટો પલટી ખાઈ જતાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ હતી. રાજ્યના બાંસવાડા, ડુંગરપુર, જેસલમેર, ઉદયપુર, રાજસમંદમાં આજે બીજા દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. જો કે, પાટનગર જયપુરમાં આજે અપેક્ષા કરતા ઓછો વરસાદ રહ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા ચાર દિવસમાં વરસાદ સંબંધિત જુદા જુદા બનાવમાં ૧૭ લોકોના મોત થયા છે. હવામાન વિભાગ તરફથી આગામી ૨૪ કલાકમાં દક્ષિણ પૂર્વીય રાજસ્થાનમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. રાજસ્થાન અને ગુજરાતમાં હાઈએલર્ટની સ્થિતિ હાલમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પરિસ્થિતની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાત પહોંચ્યા હતા. મોદીએ અમદાવાદ વિમાની મથકે તરત જ સંબંધિત અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાથે ગુજરાતમાં પુરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ મોદી હેલિકોપ્ટરથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિતના પુરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે નિકળ્યા હતા. માઉન્ટ આબુમાં છેલ્લા ૬૦ વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. ૪૮ કલાકમાં ૬૪ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.

Related posts

स्मृति का राहुल पर तंज, कहा – हाथरस कूच इंसाफ के​लिए नही, राजनीति के लिए है

editor

દિલ્હીમાં એક જ પરિવારમાં ૧૫૦ ડૉક્ટર

aapnugujarat

નવી પાર્ટી બનાવવા રજનીકાંતની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1