Aapnu Gujarat
રમતગમત

ટોક્યો ઓલિમ્પિક : લવલિના સેમી-ફાઈનલમાં હારી, બ્રોન્ઝથી સંતોષ

ઓલિમ્પિક બોક્સિંગની ૬૯ કિલોગ્રામની વેટ કેટેગરીમાં ભારતીય બોક્સર લવલિના સેમી-ફાઈનલ મેચમાં હાલની વર્લ્‌ડ ચેમ્પિયન તુર્કીના બુસેનાજ સુરમેલી સામે હારી ગઈ છે. લવલિનાની હાર ભલે થઈ ગઈ હોય, પરંતુ તેણે ભારતીય બોક્સિંગમાં નવો ઈતિહાસ લખ્યો છે. તે બ્રોન્ઝ મેડલ લઈને ભારત પરત ફરશે.
જાે લવલિના આ મુકાબલો જીતી હોત તો તે ઓલિમ્પિક બોક્સિંગની ફાઈનલમાં પહોંચનારી ભારતની પ્રથમ બોક્સર બનત. તે ભારતીય બોક્સરના બેસ્ટ પર્ફોર્મન્સની પહેલાં જ બરાબરી કરી ચૂકી છે. વિજેંદર સિંહ(૨૦૦૮માં) અને એમસી મેરીકોમ(૨૦૧૨માં) સેમી-ફાઈનલ સુધી પહોંચી ચૂક્યા છે.
લવલિના અને બુસેનાજની વચ્ચે અત્યારસુધી કોઈ બાઉટ થઈ નથી. બુધવારે તેમની વચ્ચે પ્રથમ ટક્કર થશે. બુસેનાજે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની અન્ના લાઈસેંકોને ૫-૦થી હરાવી હતી. લવલિનાએ ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેની ચિન ચેનને હરાવી હતી. ચેન પણ પૂર્વ વર્લ્‌ડ ચેમ્પિયન રહી ચૂકી છે. ખાસ વાત એ છે કે લવલિના ઓલિમ્પિક પહેલાં ચેનની સામે ચાર વખત હારી હતી.
સેમી-ફાઈનલ બાઉટમાં લવલિનાની પાસે હાઈટ એડવાન્ટેજ છે. લવલિનાની લંબાઈ ૫ ફૂટ, ૯.૭ ઈંચ છે, જ્યારે તુર્કીના બોક્સરની લંબાઈ ૫ ફૂટ, ૬.૯ ઈંચ છે. લંબાઈમાં ૨.૮ ઈંચનો વધારો બોક્સિંગમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.
તુર્કીની બુસેનાજ ખૂબ જ આક્રમક છે. તેની સામે લવલિનાએ પોતાના ડિફેન્સ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખાસ વાત એ છે કે ડિફેન્સ લવલિનાની તાકાત છે. પહેલી કિક બોક્સિંગ કરવાના કારણે તેની ફિટ મૂવમેન્ટ ખૂબ જ જાેરદાર છે. એને કારણે તે બુસેનાજના હુમલાથી બચવાની સાથે-સાથે તક મળવા પર સારો કાઉન્ટર અટેક પણ કરી શકે છે.
બંને બોક્સરની વચ્ચે આ બાઉટમાં પ્રથમ રાઉન્ડ ખૂબ જ મહત્ત્વનો હોઈ શકે છે. આ ઓલિમ્પિકમાં લાઈન જજ સામાન્ય રીતે પ્રથમ રાઉન્ડમાં બનાવવામાં આવેલા મત પર જ કાયમ રહે છે. મેરીકોમે તેની ક્વાર્ટર ફાઈનલમાં બીજાે અને ત્રીજાે રાઉન્ડ જીત્યો હતો, જાેકે પ્રથમ રાઉન્ડમાં મોટા અંતરથી પાછળ પડવાની ભરપાઈ તે કરી શકી ન હતી.

Related posts

न्यूजीलैंड दौरे से काफी कुछ सीखा : बुमराह

aapnugujarat

Cantor Fitzgerald U-21 International 4-Nations tournament: India beats Canada by 2-0

aapnugujarat

શિખર ધવન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1