Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં વરસાદી માહોલ અકબંધ રહેતા અંધાધૂંધી ફેલાઈ

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. ધીમીગતિએ દિવસ દરમિયાન વરસાદ જારી રહેતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરી શક્યા ન હતા. બીજી બાજુ અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. મીઠાખળી અંડરબ્રિજને સાવચેતીરુપે બંધ કરાતા અનેક વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ સર્જાતા અંધાધંૂધી ફેલાઈ હતી. આજે ૧૮.૪૬ મીમી સરેરાશ વરસાદ સાથે શહેરનો કુલ વરસાદનો આંકડો ૫૯૮.૫૧ મીમી સુધી પહોંચ્યો છે. ગત શુક્રવારથી શરૂ થયેલા વરસાદે આજે સતત પાંચમા દિવસે પણ વરસવાનુ ચાલુ રાખતા શહેરના બે ડઝન જેટલા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨.૫ ઈંચ વરસાદની વચ્ચે પણ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને ૩૪ જેટલા વૃક્ષો ધરાશયી બનવા પામ્યા હતા.મોસમની શરૂઆતથી અત્યાર સુધીમાં શહેરનો સરેરાશ વરસાદ ૫૯૮.૫૧ મીલીમીટર થવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં ગત શુક્રવારથી શરૂ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં આજે સતત પાંચમા દિવસે પણ મેઘમહેર જારી રહેવા પામી હતી.દરમિયાન આજે એક તબકકે શહેરીજનોને એમ લાગ્યુ હતુ કે વરસાદ હવે રોકાઈ જશે પરંતુ તેમની આ ધારણાને ખોટી ઠેરવતા બપોરના સુમારે ફરી એક વખત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.શહેરના પૂર્વ ઝોનમા આવેલા હાટકેશ્વર સ્મશાનગૃહમાં છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનની અંદર આવેલી સીએનજી ભઠ્ઠીઓમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે આ અંગે તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ સાથે જ બપોરના સુમારે શરૂ થયેલા વરસાદને પગલે અંજલી સર્કલથી ધરણીધર તરફ સુધીના સમગ્ર માર્ગ ઉપર ભારે ટ્રાફિકથી ચકકાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બીજી તરફ સોમવારે સાંજે ૬ થી મંગળવારે સવારે ૬ સુધીના ૧૨ કલાકમાં શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેમાં શહેરના ઉત્તરઝોનમાં સૌથી વધુ ૭૬ મીલીમીટર વરસાદ વરસ્યો હતો.મ્યુનિસિપલ કંટ્રોલરૂમના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકની અંદર વરસેલા સરેરાશ ૨.૫ ઈંચ વરસાદને પગલે મધ્યઝોનમાં બે,પશ્ચિમઝોનમાં ચાર,ઉત્તરઝોનમાં ત્રણ,પૂર્વઝોનમાં ત્રણ ઉપરાંત દક્ષિણઝોનમાં બે અને નવા પશ્ચિમઝોનમાં કુલ દસ સ્થળો મળીને ૨૪ સ્થળોએ વરસાદી પાણી ભરાયાની ફરીયાદો તંત્રને મળવા પામી હતી.શહેરના મધ્યઝોનમાં ત્રણ વૃક્ષો ધરાશયી બનવા પામ્યા હતા આ સાથે જ દક્ષિણઝોનમાં પાંચ,નવા પશ્ચિમઝોનમાં પાંચ,પૂર્વઝોનમાં ત્રણ પશ્ચિમઝોનમાં કુલ ૧૭ અને ઉત્તરઝોનમાં એક મળીને કુલ ૩૪ વક્ષો છેલ્લા ૨૪ કલાકમાં ધરાશયી બનવા પામ્યા છે.શહેરમાં અવિરત વરસાદને પગલે શહેરમાં ત્રણ ભયજનક મકાન અથવા તેના ભાગને આજે તંત્ર તરફથી ઉતારી લેવામાં આવ્યા હતા.આ સાથે જ શહેરમાં પશ્ચિમઝોનમાં એક,દક્ષિણઝોનમાં બે,નવા પશ્ચિમઝોનમાં બે,ઉત્તરઝોનમાં બે સ્થળોએ ભૂવા પડવાની ઘટનાઓ બનવા પામતા તંત્ર દ્વારા પ્રોટેકશન મુકવાની કામગીરી કરવામાં આવી છે.સાબરમતી નદીમાં ધરોઈ ેડેમમાંથી છોડવામાં આવેલા ૧.૪૩ લાખ કયુસેકથી પણ વધુ પાણીના જથ્થાને ધ્યાનમાં લઈને વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવતા નદીમાંથી ૧,૧૬,૮૯૨ કયુસેકથી પણ વધુ પાણીના જથ્થાની જાવક થઈ રહી છે.શહેરમાં સોમવારે સવારના ૬ થી મંગળવારે સાંજના ૫ કલાક સુધીમાં સરેરાશ ૨.૫ ઈંચ વરસાદ થતા મોસમમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ ૫૯૮.૫૧ મીલીમીટર ઉપર પહોંચવા પામ્યો છે.

Related posts

ફતેપુરામાં આધેડે આપઘાત કર્યો

aapnugujarat

કોર્પોરેશન બિલ્ડીંગની ફાયર સેફ્ટી એનઓસી ના લેવાઈ

aapnugujarat

વિરમગામ જી.આઇ.ડી.સી. માં દર શનિવારે ભક્તિભાવથી કરવામાં આવે છે “હનુમાન ચાલીસા” ના  પાઠ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1