Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ

ધરોઈડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણી છોડવા કરવામાં આવેલા નિર્ણય બાદ આજે બપોરે એકના સુમારે નદીમાં પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી.આ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે તંત્રને ગઈકાલથી જ એલર્ટ ઉપર મુકવામાં આવ્યુ હતુ.ખુદ મ્યુનિસિપલ કમિશનર બપોરે પરિસ્થિતિનો તાગ મેળવવા રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા.બપોરે બે કલાકે સુભાષબ્રીજ ખાતે ધરોઈમાંથી છોડવામાં આવેલા ૧.૫ લાખ કયુસેક પાણી આવવાની શરૂઆત થતાની સાથે જ જોતજોતામાં નદી બે કાંઠે વહેવા લાગી હતી.રિવરફ્રન્ટ પર આવેલા વોક-વેના ૧૦ પગથીયા સુધી પાણીનો ધસમસતો પ્રવાહ વાસણા બેરેજ તરફ ઝડપથી આગળ વધી રહયો હતો જેના કારણે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી એક તબકકે ૧૩૨.૫ ફૂટ સુધી પહોંચી જવા પામી હતી.બેરેજના ૨૬ દરવાજા પણ તંત્ર દ્વારા સલામતીના કારણોસર ખોલી નાંખવામાં આવ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે,મહેસાણા પાસે આવેલા ધરોઈ ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઉત્તરગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા ઝડપથી સપાટીમાં વધારો થઈ રહ્યો હતો જેને પરિણામે રાજ્યના સિંચાઈ વિભાગ તરફથી સોમવારે સાબરમતી નદીમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી છોડવાનો નિર્ણય કરી આ અંગે મ્યુનિસિપલ તંત્રને પણ સાબદુ કરતા તંત્રે રાત્રીના સુમારે તમામ બ્રીજ ઉપર ફલડલાઈટ લગાવાથી લઈને વોક-વે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.બીજી તરફ નિચાણવાળા વિસ્તારો કે જેમાં ફતેવાડી, વાસણા, વટવા, દસ્ક્રોઈ, રામાપીરનો ટેકરો, ચંદ્રભાગાના છાપરા, પરિક્ષીતલાલ નગર વગેરે જેવા વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી.આ સાથે જ તંત્ર તરફથી ફતેવાડી વિસ્તારમાંથી ૩૫૦ લોકો અને દસ્ક્રોઈ વિસ્તારમાંથી ૧૫૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.આ તરફ આજે સવારે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા જ શહેરના મેયર ચંદ્રભાગા વિસ્તારમાં પહોંચી ગયા હતા.જયા તેમણે લોકોને સતર્ક કર્યા હતા.
આ સાથે જ અમદાવાદ શહેરને અડીને આવેલા ગામોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા.જ્યાં પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ ફાયરબ્રીગેડની જુદી જુદી ટીમોને અલગ અલગ વિસ્તારોમાં કામે લગાવવામાં આવી હતી.ધરોઈમાંથી છોડવામાં આવેલુ પાણી લાકરોડા પાસે આવેલા સંત સરોવરથી અમદાવાદ શહેરમાં બપોરે એક કલાકથી આવવાની શરૂઆત થઈ ગઈ હતી.આ પાણી સુભાષબ્રીજ બપોરે બે વાગે પહોંચતા વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૨.૫ ફૂટને સ્પર્શી જતા સલામતીના કારણોસર ૨૬ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા.આ સમયે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ રિવરફ્રન્ટ વોક-વેના ૧૦ પગથીયા સુધી પહોંચી ગયો હતો.

Related posts

ભ્રષ્ટાચારથી સુચારુ વહીવટની વિભાવના જાણે મજાકરૂપ બની જાય છે : હાઈકોર્ટ

aapnugujarat

ओढव में पानी की लाइन में लीकेज : हजारों लीटर पानी बरबाद

aapnugujarat

રાજ્યનાં ૧૪ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1