Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓક્ટોબર – નવેમ્બરમાં ભારતમાં પિક પર પહોંચી શકે છે કોરોનાની ત્રીજી લહેર

દેશમાં કોરોનાની બીજી ધીમી પડેલી લહેર વચ્ચે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના કેટલાક વૈજ્ઞાનિકોએ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના પીક પર પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશમાં કોરોનાના મામલા પર નજર રાખનાર એક સરકારી પેનલના વૈજ્ઞાનિક પ્રમાણે જાે કોરોના સાથે જાેડાયેલા પ્રોટોકોલનું પાલન કરવામાં ન આવ્યું તો કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે પોતાની પિક પર પહોંચી શકે છે. પરંતુ તેમણે રાહતની વાત કહી છે કે આ દરમિયાન બીજી લહેરમાં નોંધાયેલા કેસ કરતા ત્રીજી લહેરમાં કેસ અડધા રહી શકે છે.ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે પોતાની પિક પર પહોંચી શકે છે. તેમાં ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ વચ્ચે કેસ સામે આવી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા ઓછી રહી શકે છે. સાથે તેમણે કોરોનાના નવા વેરિએન્ટના ખતરાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન કોઈ નવો ઘાતક વેરિએન્ટ સામે આવે છે તો કોરોનાની ત્રીજી લહેર ઝડપથી ફેલાય શકે છે.આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રથી કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતનું અનુમાન વ્યક્ત કર્યું છે.
તેમના પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી કેસ વધવાની શક્યતા છે. તેમના પ્રમાણે એક નવેમ્બરથી સંક્રમણની ગતિમાં તેજી આવી શકે છે, જ્યારે ૧૫ નવેમ્બર સુધી સંક્રમણનો ગ્રાફ નીચો આવવા લાગશે.તેમનો દાવો છે કે ત્રીજી લહેર વધુ ખતરનાક હશે નહીં, પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક ન પહેરવું અને વાયરસના સ્વરૂપ બદલી થતો હુમલો ઘાતક બની શકે છે. તેમના અસેસમેન્ટ પ્રમાણે નવેમ્બરની શરૂઆતમાં દેશમાં દરરોજ ૧.૮૦ લાખ કેસ આવશે. પ્રોફેસર અગ્રવાલે પ્રથમ અને બીજી લહેરનું પણ ચોક્કસ અનુમાન વ્યક્ત કર્યુ હતું.

Related posts

કેરળમાં વરસાદ જારી રહેતા સ્થિતી વણસી

aapnugujarat

દિલ્હીમાં એએપી સાથે કોઇ ગઠબંધન કરવા રાહુલની ના

aapnugujarat

हालात सुधारने के लिए बैंकों को 40 हजार करोड़ रुपए देगी सरकार, बजट में हो सकता है ऐलान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1