Aapnu Gujarat
ગુજરાત

ઘોઘંબામા બાળક પર દિપડાનો જીવલેણ હુમલો

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાનો વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે.આ વિસ્તારમાં જાંબૂઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલુ છે.તાલૂકાના જગંલ વિસ્તારમાંથી દિપડાઓ છાસવારે ગ્રામીણ રહેણાક વિસ્તારોમાં ખોરાકની શોધમાં આવી જતા હોય છે,માનવ સાથે દિપડાના સંઘર્ષના બનાવો બનતા હોય છે.તાલૂકાના ગોયાસુંડલ ગામમા ફરી એકવાર દિપડાએ બાળક પર હુમલો કરતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.તરવરિયા ફળીયામાં રહેતો બાળક વિપુલ બારીયા જ્યારે ઘરની બહાર હતો.તે સમયે એકાએક જંગલમાથી આવેલા દિપડાએ ગળાના ભાગ પર હૂમલો કરીને ખેચી જવાનો પ્રયાસ કર્યો હતો.બાળકે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવતા દીપડો બાળકને લોહીલુહાણ કરીને જંગલ તરફ ભાગી ગયો હતો.ત્યારબાદ બાળકને ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.અત્રે નોંધનીય છેકે જીલ્લાના ઘોઘંબા તાલુકામા દિપડાઓની માનવો પર હુમલાની ઘટના મહિનાઓ પહેલા પણ બની છે.એક બનાવમા તો દિપડાએ નાના બાળકને જંગલમા ખેચી ગયો હતો.બાળક ગંભીર રીતે ઘાયલ થતા બાળકનૂ મોત થયૂ હતૂ.ત્યારબાદ દિપડાની દહેશત નાથવા ગોયાસુંડલ સહિતના આસપાસ દિપડાની અવરજવરવાળા વિસ્તારોમાં વનવિભાગ દ્વારા પાંજરા મૂકવામા આવ્યા હતા.જેમા બે દિપડાઓ પાંજરે પકડાયા હતા.ત્યારબાદ ફરી મહિનાઓ બાદ દિપડા દ્વારા હુમલાની ઘટનાએ ફરી દહેશતનો માહોલ સર્જ્યો છે.

Related posts

બે વર્ષની પુત્રી સામે માતાની લૂંટારુઓએ હત્યા કરતા ખળભળાટ

aapnugujarat

અલ્પેશ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો તીવ્ર બની

aapnugujarat

गुजरात विधानसभा की 8 सीटों पर हुए उपचुनावों में भाजपा 7, कांग्रेस 1 पर आगे

editor

Leave a Comment

UA-96247877-1