Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ નળકાંઠામાં ભારે વરસાદથી જેતાપુર અને રેથલ ગામનાં રસ્તા પરનું ગળનાળુ તૂટતાં બંન્ને ગામ સંપર્કવિહોણા

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વચ્ચે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે ત્યારે વિરમગામ તાલુકાના અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વરસાદથી ચારેબાજુ ખેતરોમાં પાણી ભરાયાં છે ત્યારે ભારે વરસાદના લીઘે નળકાંઠાના જેતાપુર અને રેથલ ગામ વચ્ચે ગળનાળુ તુટતાં બંને સંપર્ક વિહોણા બન્યાં છે. એક ગામની બીજા ગામમાં અવર જવર બંઘ છે તેમજ નળકાંઠાના થુલેટા અને જેતાપુર ગામમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને મોટું નુકશાન થયું છે. સમગ્ર નળકાંઠાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ખેતીમાં મોટું નુકશાન થવાની ભીતી સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર નળકાંઠાના જેતાપુર ગામમાં વરસાદથી બે મકાનો ઘરાશયી થયાં છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

:-અમિત હળવદીયા,વિરમગામ

Related posts

ડભોઈ નગરમાં શ્રી. ડી.એમ. નારીયાવાળા આયુવેર્દિક હોસ્પિટલ ખાતે આયુવેર્દિક ઉકાળાનું વિતરણ

editor

ભાવનગરમાં વાવાઝોડા બાદ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા બેઠક યોજી

editor

વાવણી માટે-પાક બચાવવા સમગ્ર રાજ્યમાં સિંચાઇ માટે પાણી અપાશે : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1