Aapnu Gujarat
ગુજરાત

અફવા અને અંધશ્રદ્ધાના લીધે લોકો વેક્સીન લેતા નથી : નીતિન પટેલ

ગુજરાત એસટી નિગમના નવનિર્મિત નવ બસ સ્ટેશન- ડેપો- વર્કશોપનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ છે. સાથે જ પાંચ બસ સ્ટેશન અને ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થનાર બસ સ્ટેશનમાં દહેગામ, સાણંદ, લીંમડી, સંતરામપુર, પાલનપુર, પીપળાવ, વાઘોડિયા, ડેમાઇ તેમજ ભાવનગર ડેપો- વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યુ છે. જ્યારે મોરબી, વાંકાનેર, વિરપુર, સરધાર બસ સ્ટેશન અને દ્વારકા ડેપો- વર્કશોપનું પણ ઇ-ખાતમૂહુર્ત કરાયુ. જો કે દહેગામ ડેપો- વર્કશોપનોનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા છે.
કોરોના રસીકરણ મુદ્દે ના.મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોના રસીકરણમાં કેટલાંક લોકો નડતરરૂપ બની રહ્યા છે, જેમાં કેટલાક સમાજ અને જ્ઞાતિમાં રસી મુદ્દે અંધશ્રદ્ધા ફેલાયેલી હોવાનું જણાવ્યું છે. કેટલાંક લોકો કોરોના વેક્સિનેશન મુદ્દે અફવા ફેલાવી કેટલાક લોકોએ અંધશ્રદ્ધા વધારી છે, તેઓ લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને રસીકરણમાં અવરોધરૂપ બની રહ્યા છે. રાજ્યમાં વેક્સિનની કોઈ અછત નથી. કેન્દ્ર તરફથી રસીનો જથ્થો મળી રહ્યો છે. આપણ આજથી દરરોજ ૩ લાખ લોકોને રસી આપવાનું આયોજન કર્યું છે.
નીતિન પટેલે જણાવ્યું કે, આ બધી અફવાઓ ઓછા સમજુ અને ધાર્મિક રીતે વેક્સિનને બીજી રીતે જોતા હોય તેના આધારે આવી કાન ભંભેરણી કરે છે. આવા અપ્રચાર કરનારા લોકો સામે કાર્યવાહી કરીએ, પણ એક બીજાને ખાનગી અને વાતો કરી આવુ થાય છે.
નીતિન પટેલે મ્યૂકરમાઈકોસિસના વધતા કેસ વિશે જણાવ્યું હતું કે, ઓક્સિજન ચકાસણીના કારણે મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે. આવુ કોઈ વૈજ્ઞાનિક રીતે કે તારણ ધ્યાનમાં આવ્યુ નથી. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવ બસ સ્ટેશન- ડેપો- વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું હતુ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, એસટી ધંધા કમાણી માટે નથી. ઘણી બસોના ડીઝલના પણ ખર્ચ ન નીકળે તો પણ એસટી ચાલુ રાખીએ છીએ. લોકડાઉનમાં બધુ બંધ હતુ. કોઈ બસ ચાલુ નહી તો પણ કોઈ આવક ન હોવા છતાં ભાજપની સરકારે તમામ કર્મચારીઓને પગાર આપ્યાં છે. લોકડાઉનમાં ૫૦૦ કરોડ કરતા વધુ નુકશાન એસટીને થયું છે. એસટી સરકારના ટેકાથી ચાલે છે. સરકાર મદદ ના કરે તો એસટી ના ચાલે. જેટલુ નુકશાન એસટી કરે છે, સરકાર તેમાં મદદ કરે છે. એસટી નવી ખરીદવાની, મફત મુસાફરી અને નવા બસ સ્ટેશન બનાવવા બધુ સરકાર કરે છે. એસટી કશુ કરતી નથી. સરકાર મદદ કરે છે અને એસટી ચાલે છે.

Related posts

નડિયાદમાં પોલીસે ગ્રાહક બની બાળક વેપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો

editor

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

aapnugujarat

રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી

editor

Leave a Comment

UA-96247877-1