Aapnu Gujarat
રાષ્ટ્રીય

અંબિકા સોનીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રભારી પદેથી રાજીનામું આપ્યું

કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધુ છે. અંબિકા સોનીને હાલમાં જ હિમાચલ પ્રદેશનું પ્રભારી પદ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે હવે આ પદેથી રાજીનામું આપી દીધુંુ છે.અંબિકા સોનીએ કહ્યું કે મેં પાર્ટીને ભલામણ કરી હતી કે મને સ્વાસ્થ્યના કારણોના પગલે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના નેતૃત્વની જવાબદારીમાંથી રાહત આપવામાં આવે. જો કે પાર્ટીએ હજુ સુધી અંબિકા સોનીનું રાજીનામું સ્વીકાર્યું નથી.અંબિકા સોનીને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણવામાં આવે છે. તેમણે મનમોહન સિંહની સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. અંબિકા સોનીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી હતી.

Related posts

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

aapnugujarat

ચોકીદાર ચોર હે બોલવા ઉપર સુપ્રિમથી માફી માંગી, ભાજપ અને સંઘની માફી માંગી નથી : રાહુલ

aapnugujarat

શિવસેનાના સંજય રાઉતનો ભાજપ પર કટાક્ષ-રાજસ્થાન પેટાચૂંટણી ઇન્ટરવલ, ૨૦૧૯માં ફિલ્મ પુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1