Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચોકીદાર ચોર હે બોલવા ઉપર સુપ્રિમથી માફી માંગી, ભાજપ અને સંઘની માફી માંગી નથી : રાહુલ

પાંચમાં તબક્કા માટે સોમવારના દિવસે મતદાન યોજાનાર છે ત્યારે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ અને મોદી પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ હતુ કે આંતરિક રિપોર્ટ પરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે વડાપ્રધાન મોદી અને ભાજપની હાર થઇ રહી છે. મોદી દ્વારા પત્રકાર પરિષદ ન કરવાને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. રાહુલે ફરી એકવાર રાફેલમાં ભ્રષ્ટાચારને લઇને આક્ષેપોને રજૂ કર્યા હા. સુપ્રીમ કોર્ટમાં પોતાના દ્વારા માફી માંગવાને લઇને પણ ખુલાસો કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખે કહ્યુ હતુ કે ભાજપની હાર થવા જઇ રહી છે. અમને હજુ સુધી જે રિપોર્ટ મળી રહ્યા છે તે મુજબ મોદી ચૂંટણી હારી રહ્યા છે. ભાજપની ચૂંટણીમાં વાપસી થઇ રહી નથી. સરકાર બનાવવા માટેના પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ ે આ તમામ બાબતો અંગે નિર્ણય પરિણામ બાદ નક્કી કરવામાં આવનાર છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવાનો લક્ષ્યાંક રહેલો છે. ચોકીદાર ચોરહેના નિવેદન પર માફી માંગવાના પ્રશ્ને રાહુલે કહ્યુ હતુ કે તેમનાથી ભુલ થઇ હતી. જેથી માફી માંગવી લેવામાં આવી છે. રાહુલે કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન મામલે એસસીના હવાલાથી તેમને આ ટિપ્પણી કરી હતી. સેનાના રાજનીતિકરણ અને યુપીએ શાસનકાળમાં સર્જિકલ સ્ટ્રાઇકને લઇને રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સર્જિકલ સ્ટ્રાઇક સેનાનો પરાક્રમ છે. મોદી આના પર સવાલ ઉઠાવીને સેનાનુ અપમાન કરે છે. ચોકીદાર ચોર હે ના સંબંધિત નિવેદન પર સુપ્રિમ કોર્ટની માફી માંગવાના પ્રશ્ન ઉપર રાહુલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમનાથી ભુલ થઈ હતી અને માફી માંગી લીધી છે. સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ રહેલા મામલામાં એસસીને ટાંકીને પોતાની ટિપ્પણી કરી હતી અને માફી માંગી ચુક્યા છે. ભાજપ અને સંઘના લોકોથી કોઈપણ માફી માંગી નથી. ચોકીદાર ચોર હેનો નારો આજે દેશભરમાં બોલવામાં આવે છે જે અમારો પણ નારો રહેશે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે મસૂદ અઝહર આજે પાકિસ્તાનમાં કેમ બેઠો છે. ભાજપ તરફથી જવાબ આપવામાં આવે તે જરૂરી છે. કોંગ્રેસ પાર્ટીએ મસૂદ અઝહરને પાકિસ્તાન મોકલ્યો ન હતો. રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના આક્ષેપો પર કહ્યું હતું કે ભાજપના અધ્યક્ષ કોઈપણ પ્રકારની તપાસ કરાવી શકે છે. યુપીએ શાસન કાળમાં રાહુલ ગાંધની કંપનીના પૂર્વ બિઝનેસ પાર્ટનરને ઓફસેટ પાર્ટનર બનાવવાના આક્ષેપનો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ તપાસ માટે તૈયાર છે. રાહુલે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નોકરીના મુદ્દે મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે અવધિ પૂર્ણ થતા પહેલા વડાપ્રધાને એક પત્રકાર પરિષદ ચોક્કસ યોજવી જોઈએ. અનિલ અંબાણીના આવાસ સિવાય તેઓ કોઈપણ જગ્યાએ ચર્ચા કરી શકે છે.

Related posts

રેરા લાગુ હોવા છતાં ફ્લેટ ખરીદનારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રાહત માગવાનો હક છેઃ સુપ્રીમ

editor

सरकार ने 9 व्यक्तियों को आतंकी घोषित किया

editor

મોંઘવારી રેકોર્ડ બ્રેક સ્તરે

editor

Leave a Comment

UA-96247877-1