Aapnu Gujarat
મનોરંજન

ડ્રગ્સ કેસમાં સુશાંતના મિત્ર સિધ્ધાર્થ પીઠાનીની ધરપકડ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હૈદરાબાદથી સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરી છે અને તેને મુંબઈ લવાયો છે. મહત્વનું છે કે, સિદ્ધાર્થ પીઠાની સુશાંત સિંહ રાજપૂતની સાથે ફ્લેટમાં સાથે રહેતો હતો.
મુંબઈની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ૨૬મી મેએ હૈદરાબાદથી સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં નાસતાફરતા આરોપીઓમાંથી એક સિદ્ધાર્થ પીઠાની પણ છે. અગાઉ સિદ્ધાર્થને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેણે તપાસમાં સહકાર નહોતો આપ્યો. સૂત્રોનું માનીએ તો, એનસીબીને ફોન અને વોટ્‌સએપ ચેટની વિગતો મળી હતી. જેમાંથી કેટલાક ચોક્કસ પુરાવા મળ્યા હતા જે ઈશારો કરતા હતા કે સિદ્ધાર્થનું કનેક્શન ડ્રગ્સ સપ્લાયર્સ સાથે છે.
ધરપકડ બાદ સિદ્ધાર્થ પીઠાનીને હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેનું ટ્રાન્સફર વોરંટ આપ્યું હતું. જે બાદ તેને મુંબઈ લવાયો હતો. ૨૮મી મેએ સિદ્ધાર્થને મુંબઈની સીએમએણ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે એનસીબીને ૧ જૂન ૨૦૨૧ સુધીની સિદ્ધાર્થની કસ્ટડી આપી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના મુંબઈ ઝોનલ યુનિટના ઈનચાર્જ સમીર વાનખેડેને પૂછવામાં આવ્યું કે, સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ સાથે સિદ્ધાર્થનું સીધું કનેક્શન છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “હાલ પોલીસ કસ્ટડી અને બીજી ઘણી પ્રક્રિયા ચાલુ હોવાથી વધારે કંઈ કહી નહીં શકું. પરંતુ સિદ્ધાર્થ ગુના નંબર ૧૬ (સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ)માં મહત્વનો શકમંદ છે. ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની ડ્રીમ ૧૫૦ ટીમનો તે મહત્વનો સભ્ય હતો. અમને તેની સામે કેટલાક મહત્વના પુરાવા મળઅયા છે જેના કારણે અમે વિવિધ કલમો હેઠળ તેની ધરપકડ કરી છે.” જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના ડ્રીમ ૧૫૦ પ્રોજેક્ટમાં જોડાવા માટે સિદ્ધાર્થ પીઠાની ૨૦૧૯માં મુંબઈ આવ્યો હતો. એનસીબીની વાત કરીએ તો, માર્ચ ૨૦૨૧માં તેમણે ૨૦૦૦ પાનાની ચાર્જશીટ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ફાઈલ કરી હતી. તેમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી સહિત ૩૩ લોકોના નામ હતા. આ કેસમાં સિદ્ધાર્થ પીઠાનીની અગાઉ પણ કેટલીયવાર એનસીબીએ પૂછપરછ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેની જિંદગી સાથે જોડાયેલા કેટલાય લોકોના નામ મીડિયામાં ચર્ચાયા હતા. જેમાંથી એક વ્યક્તિ સિદ્ધાર્થ પીઠાની પણ હતો. જે દિવસે સુશાંતનું મૃત્યુ થયું એ દિવસે સિદ્ધાર્થ પીઠાની ત્યાં હાજર હતો. કથિત રીતે સિદ્ધાર્થ પીઠાની જ એ પહેલા વ્યક્તિ હતો જેણે સુશાંતનો મૃતદેહ જોયો હતો.
થોડા સમય પહેલા જ સિદ્ધાર્થ પીઠાનીએ સગાઈ કરી છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સિદ્ધાર્થે પોતાની ફિઆન્સે સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું, જસ્ટ એન્ગેજ્ડ. જીવનમાં નવા પ્રકરણની શરૂઆત. સિદ્ધાર્થની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ડ્રગ્સ કેસની વાત કરીએ તો, સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તપાસ હાથ ધરી હતી. જેમાં કથિત રીતે ઈડીને વોટ્‌સએપ ચેટ મળી આવી હતી. જેમાં ડ્રગ્સના ખરીદ-વેચાણ અને તેના ઉપયોગની વાતો હતી. જે બાદ ઈડીએ એનસીબીને જાણ કરી હતી. એનસીબીએ આ કેસમાં અનેક બોલિવુડ સેલેબ્સની પણ પૂછપરછ કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ગત વર્ષે એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. લગભગ એક મહિનો જેલમાં વિતાવ્યા બાદ ઓક્ટોબર ૨૦૨૦માં રિયા ચક્રવર્તી જામીન પર મુક્ત થઈ હતી. થોડા દિવસો બાદ તેનો ભાઈ શોવિક પણ જામીન પર છૂટ્યો હતો.

Related posts

શ્રેષ્ઠતા પર ધ્યાન આપું છું : હુમા

aapnugujarat

ફિલ્મ ન મળતા હવે બિપાશા ટીવી શો કરવા માટે ઇચ્છુક

aapnugujarat

शुरू हुई टाइगर श्रॉफ की ‘बागी ३’ की शूटिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1