Aapnu Gujarat
ગુજરાત

પીપલોદના પૉશ એરિયામાં હુક્કાબારમાં ૧૧ ગ્રાહકો ઝડપી લેતું એસઓજી

સૂરતના પોશ એરિયા ગણાતા પીપલોદ ખાતે ગેરકાયદે હુક્કાબાર સતત ધમધમી રહ્યાં હોવાની ચાડી ખાતો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે રાહુલરાજ મોલમાં રેસ્ટોરન્ટના લાઇસન્સ પર હુક્કાબાર ચલાવાતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી મેનેજરની ધરપકડ કરી માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ કાર્યવાહીમાં બે કોલેજિયન યુવતી સહિત ૧૧ ગ્રાહકો ઝડપાયાં હતાં.પોલીસે આ સ્થળેથી ૧૭ હુક્કા, ૨૦ હુક્કાની પાઇપ અને ફ્લેવરયુક્ત તમાકુના ૧૭ બોક્સ મળી કુલ રૂ. ૬,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એ સાથે જ હુક્કાબારના મેનેજર બિકાસ સજન દિગરની ધરપકડ કરી હતી. જ્યારે માલિક પ્રદીપસિંહ મહિપતસિંહ જાડેજાને વોન્ટેડ જાહેર કર્યા હતા.રાહુલરાજ મોલના ત્રીજા માળે પી.લોંજ એન્ડ કાફેમાં હુક્કાબાર ધમધમતો હોવાની બાતમી એસઓજીના શૈલેષ કાંતિભાઈ અને જનકસિંહને બાતમી સાંપડી હતી. જેના આધારે પોસઈ એ.પી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે ગુરુવારે સાંજે આ સ્થળે દરોડો પાડ્યો હતો. જેમાં બે કોલેજિયન યુવતી સહિત કુલ ૧૧ હુક્કાબારની મોજ માણતાં પકડાયાં હતાં. પકડાયેલાઓમાં કેટલાંક કાપડના વેપારી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Related posts

આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટ્રેકનાં સેન્સર બંધ : પ્રજા પરેશાન

aapnugujarat

સિલાઇ મશીનના બહાને ૩૯ લાખની લોન મેળવીને ઠગાઈ

aapnugujarat

અમદાવાદ જિલ્લાના તળાવોમાં માછલીઓને બચાવવા સરકારી તંત્ર દ્વારા કવાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1