Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને ભારત સરહદે શક્તિશાળી અને ટેક્નોલોજીથી સજ્જ સૈનિકોની ફોજ ખડકી

ડોકલામમાં ભારતીય સેના સામે વશ થઈ કરવી પડેલી પીછે હટ બાદ ચીને હવે ભારત સામે મનૌવૈજ્ઞાનિક ગેમપ્લાન રમવાનો શરૂ કર્યો છે જેના ભાગરૂપે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતને અડીને આવેલી સરહદ પર તેની એક શાખાના ખુબ જ શક્તિશાળી અમેરિકી શૈલીની માફક કોમ્બેટ સિસ્ટમથી સજ્જ સૈન્ય જવાનોને તૈનાત કર્યા છે. આ સૈનિકો અત્યાધુનિક ક્યૂટીએસ-૧૧ સિસ્ટમથી સજ્જ છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે.એક તરફ ચીન ભારતીય સરહદ પર પોતાની વાયુસેનાને વધારે મજબુત અને મારકણી બનાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભૂમિદળની અત્યાધિનિક સૈન્ય ટુકડીની તૈનાતીથી ભારતની ચિંતા વધી છે.
ચીની મીડિયાના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં સેનાને ‘સૂચનાબદ્ધ યુદ્ધ’ માટે તૈયાર કરવામાં આવી શકશે. સૈન્ય નિષ્ણાંતોનું કહેવું છે કે ચીન એક રીતે આ પ્રકારની મનોવૈજ્ઞાનિક સફળતા હાંસલ કરવા માંગે છે.બદલાતા વૈશ્વિક પરિપેક્ષ અને મહાશક્તિ બનવાની મહેચ્છાને લઈને ચીન તેની સેનાને આધુનિક બનાવવાની દિશામાં ઝડપી કામ કરી રહ્યું છે. ચીનની સેના છેલ્લા કેટલાક સમયથી સૂચનાબદ્ધ યુદ્ધ (ઈન્ફોર્મેટાઈઝ્‌ડ વોરફેર) જેવા શબ્દનો વ્યાપક પ્રયોગ કરી રહ્યું છે, જેમાં આઈટી, ડિજિટલ, કૃત્રિમ બુદ્ધિમતાની એપ્લિકેશનનો ઉપયોગ યુદ્ધના મેદાન જેવી સ્થિતિમાં કરવામાં આવે છે.સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ચીની સેનાના વેસ્ટર્ન થિયેટર કમાંડે તેની ખાસ ટુકટી ધ સ્કાઈ વોલ્ફ કમાંડોને આ અત્યાધુનિક ક્યૂટીએસ-૧૧ સિસ્ટમથી લેસ કર્યા છે. તે પોતાની ટ્રેનિંગમાં આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતને સ્પર્શથી ૩,૪૮૮કિમીની વાસ્તવિક નિયંત્ર રેખા ની સુરક્ષાની જવાબદારી વેસ્ટર્ન થિયેટર કમાંડના માથે છે.

Related posts

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

We consider Israel an important development partner: PM Modi

aapnugujarat

अमेरिका : ऐडमिशन सीट नहीं मिलने पर स्टूडेंट की हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1